કચ્છના સણવા ગામના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : આરોપીની ધરપકડ

04 May 2021 02:44 PM
kutch
  • કચ્છના સણવા ગામના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : આરોપીની ધરપકડ

ભચાઉ, તા. 4
પોલીસ મહા નિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ઇ.ના.પો.અધિ. વી.આર.પટેલ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ. એમ.એમ.જાડેજાની સુચના માર્ગદર્શન મુજબ અત્રેના જીલ્લામાં બનતા ચોરીના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર વાય.કે.ગોહિલ તથા પો.સ્ટાફના માણસો આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન તે પો.સબ.ઇન્સ. વાય.કે.ગોહિલને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સણવા ગામના રબારીવાસમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં ચોરી થયેલ તે બનાવનો આરોપી તેના ખભા ઉપર પ્લાસ્ટીકની મોટી કોથળીમાં ચાંદીના દાગીના રાખીને લખાગઢથી આડેસર ગામ તરફ ચાલતો આવે છે. તેવી હકકીત આધારે આડેસર પોલીસ સ્ટેશનની ટીમ આડેસરથી લખાગઢ તરફ જતા શેડ ઉપર વોચમાં રહી મજકુર ઇસમને પકડી લીધેલ. બાદ મજકુર ઇસમને યુકિત પ્રયુકિતથી સણવા ગામે થયેલ ચોરી બાબતે પુછતા પોતે ચોરી કરેલ હોવાની કબુલાત આપતો હોઇ જેથી મજકુર ઇસમને રાઉન્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.


Loading...
Advertisement