કોરોનાનાં હળવાં લક્ષણ દેખાય કે સીટી સ્કેન કરાવવા ન દોડો, કેન્સર થઈ શકે છે !

04 May 2021 02:45 PM
India
  • કોરોનાનાં હળવાં લક્ષણ દેખાય કે સીટી સ્કેન કરાવવા ન દોડો, કેન્સર થઈ શકે છે !

એઈમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યું 300 ચેસ્ટ એક્સ-રે બરાબર એક સીટી સ્કેન હોય છે: ડોક્ટરની સલાહ વગર લોહીની તપાસ પણ ન કરાવો: પોતાની રીતે ડૉક્ટર બનવું ભારે પડી શકે છે

નવીદિલ્હી, તા.4
દેશભરમાં કોરોનાની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોવિડની શરૂઆતમાં સીટી સ્કેન કરાવવાનો કોઈ જ ફાયદો નથી. અનેક વખત પેચ આવે છે પરંતુ તે સારવારથી ખતમ થઈ શકે છે. તેમણે કહ્યું કે એક સીટી સ્કેનથી 30 એક્સ-રે જેટલું રેડિયેશન આવે છે જેથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે. ચેસ્ટ એક્સ-રે બાદ જ જરૂર પડે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ કે સીટી સ્કેન કરાવવાની જરૂર છે કે નહીં.તેમણે કહ્યું કે બાયો માર્કસ મતલબ કે લોહીની તપાસ પણ પોતાની રીતે ન કરાવવી જોઈએ. પોતાની રીતે ડોક્ટર બનવું જોખમી છે. અનેક લોકો દર ત્રણ મહિના બાદ પોતાના મનથી જ સીટી સ્કેન કરાવી રહ્યા છે જે એકદમ ખોટું છે. કોરોનાનાં હળવાં લક્ષણો તો દવાઓથી પણ મટી શકે છે જેથી સ્ટીરોઈડ પણ ન લેવું જોઈએ.


તેમણે કહ્યું કે હાઈડ્રો સ્ટીરોઈડસ તો ગંભીર સંક્રમણને કંટ્રોલ કરવા માટે હોય છે. ઘરમાં રહીને સારવાર કરાવી રહેલા લોકોને તેમણે કહ્યું કે આવા લોકોએ પોતાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. લોકો વિચારે છે કે તેમનો સીઆરપી સ્કોર વધી ગયો છે એટલા માટે સ્ટીરોઈડ લેવી પડશે અને તેઓ સ્ટીરોઈડ લેવા માંડે છે જેના કારણે બહુ મોટું નુકસાન થાય છે. હળવાં લક્ષણો માટે દવાની જરૂર નથી અને જો ઝડપથી સ્ટીરોઈડ લેવામાં આવે તો વાયરસ ફેલાવાની સંભાવના છે.

પ્લાઝમા-રેમડેસિવિર મુખ્ય સારવાર નથી
ડો.ગુલેરિયાએ કહ્યું કે કોરોનાના મોડરેટ કેસમાં પણ મુખ્ય સારવાર ઑક્સિજન જ છે. ઑક્સિજન પણ દવા છે. ત્યારબાદ સ્ટીરોઈડની જરૂર પડી શકે છે અને બ્લડ ક્લોટિંગ ન થાય તેના માટે એન્ટી કૉગલેન્ટની જરૂર પડે છે. કોરોનાની આ ત્રણ જ મુખ્ય સારવાર છે. રેમડેસિવિર, ટોસીમીઝુલેબ અને પ્લાઝમા ઈમરજન્સી માટે છે.


કોરોનામાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ જ બન્ને ડોઝ લેવા જોઈએ
ડો.ગુલેરિયાએ કહ્યું જ્યારે ઈન્ફેક્શન ખુદ જ પ્રાઈમરી ડોઝ થઈ ગયું હોય તો પછી વેક્સિનનો એક ખોરાક બુસ્ટર ડોઝ હોઈ શકે છે જેનાથી વેક્સિનનો પણ બચાવ થશે. ડો.ગુલેરિયાએ કહ્યું કે આવું કહેવા માટે હજુ વધુ ડેટા જોઈએ એટલા માટે ગાઈડલાઈન અનુસાર જે કોવિડથી રિકવર થઈ ગયા હોય તેમણે પણ બે ડોઝ લેવા જ જોઈએ.


Related News

Loading...
Advertisement