ભલે કોરોનાથી સાજા થઈ ગયા હો તેમ છતાં આટલા ટેસ્ટ ગંભીર બિમારીમાંથી બચાવશે

04 May 2021 02:52 PM
India
  • ભલે કોરોનાથી સાજા થઈ ગયા હો તેમ છતાં આટલા ટેસ્ટ ગંભીર બિમારીમાંથી બચાવશે

ચેસ્ટ સીટી સ્કેન, હાર્ટ ઈમેજીંગ,કાર્ડીયાક સ્ક્રીનીંગ કરાવી લેવા

નવી દિલ્હી તા.4
કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. વેકિસનેશન દરમ્યાન ભલે રિકવરી રેટમાં સુધારો જોવા મળ્યો હોય તેમ છતાં હજુ પણ વાયરસનાં નવા નવા ખતરનાક વેરીએન્ટ દેશના તમામ ભાગમા ફેલાઈ રહ્યા છે. આ સ્થિતિમાં કોરોનાની રિકવરી થઈ ચુકેલા લોકોને ડોકટર કેટલાંક ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.અહી કેટલાક એવા જરૂરી ટેસ્ટ કરાવીને એ પણ જાણકારી મેળવી શકાય કોરોનાની આપ પર કેવી અસર પડી શકે છે.


ચેસ્ટ સીટી સ્કેન:
આ ટેસ્ટથી એ જાણી શકાય છે કે તેની રિકવરી કેટલી અને કેવી રીતે થઈ રહી છે. આ સિવાય શરીરમાં બીમારીની ગંભીરતાથી માહિતી મેળવી શકાય છે. ડોકટરોનું માનવુ છે તે સીટી સ્કેન ટેસ્ટ અને લંગ ફંકશન ટેસ્ટ પોસ્ટ રિકવરી બાદ ઘણુ સહાયક બની શકે છે.


પોસ્ટ કોવિડ ચેકઅપ:
શરીરમાં હાજર આપણી ઈમ્યુન સીસ્ટમ દરેક પ્રકારનાં વાઈરસ સાથે ઘણી મજબુતાઈથી ફાઈટ કરે છે અને તેને લઈને વ્યકિત ફરી રીકવર થાય છે.


હાર્ટ ઈમેજીંગ,કાર્ડીયાક સ્ક્રીનીંગ:
કોવિડ-19 ઈન્ફેકશનના કારણે શરીરમાં ખુબ જ અધિક ઈન્ફલેમેશન થાય છે. અને તેને નુકશાન પણ થાય છે. આ સિવાય જેના કારણે શરીરમાં ખુબ જ ઈન્ફલેનેશન થાય છે જેના કારણે હૃદયની માંસપેશીઓ નબળી પડી જાય છે અને તેને નુકશાન પણ પહોંચાડી શકે છે. આ સિવાય કોરોનાથી રિકવર થનાર દર્દીમાં હાર્ટબીટ અસામાન્ય હોવાની સમસ્યા પણ છે.આથી રિકવરી બાદ હાર્ટ ઈમેજીંગ કે કાર્ડિયાક સ્ક્રીનીંગ ટેસ્ટ જાહેર કરાવે


વિટામીન ડી ટેસ્ટ:
શરીર માટે વિટામીન ડી મહત્વનું તત્વ છે. જે આપણા ઈમ્યુન ફંકશનને સપોર્ટ કરે છે. આથી સંક્રમણ દરમ્યાન વીટામીન ડી કારગત નીવડે છે.


Related News

Loading...
Advertisement