ખનીજ ચોરીની ગ્રામ પંચાયતે કરી ફરીયાદ

04 May 2021 02:55 PM
Morbi
  • ખનીજ ચોરીની ગ્રામ પંચાયતે કરી ફરીયાદ

માળીયા(મીં)ના બગસરા ગામે

મોરબી, તા. 4
માળિયા(મી) તાલુકામાં ખનિજ માફીયાઓ બેફામ હોય તેવી રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે માળિયાના બગસરા ગામ પાસે ખનિજ ચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને હાલમાં ગ્રામ પંચાયત દ્વારા કલેકટર, મામલતદાર, પીએસઆઇ, ખનિજ વિભાગના અધીકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે જો કે, અધિકારીઓ દ્વારા પગલાં કયારે લેવામાં આવશે તે તો સમય જ બતાવશે માળીયાના બગસરા ગામે ખનિજચોરીની સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અધિકારીઓને જાણ કરવા છતાં ખનિજ ચોરી અટકાવવા કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી ખનિજ માફીયાઓને મોકલું મેદાન મળી રહ્યું છે.


Loading...
Advertisement