મોરબી સીપીઆઇ કોંઢીયાની બઢતી સાથે બદલી

04 May 2021 02:57 PM
Morbi
  • મોરબી સીપીઆઇ કોંઢીયાની બઢતી સાથે બદલી

મોરબી, તા. 4
મોરબી જિલ્લામાં સીપીઆઇ તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બઢતી સાથે ડીવાયએસપી તરીકે હાલમાં અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે મોડી સાંજે બે અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવે છે જેમાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના સીપીઆઇ તરીકે બજાવતા આઇ.એમ.કોંઢીયાની ડીવાયએસપી તરીકે બઢતી કરીને તેને અમદાવાદ ખાતે ગુજરાત રેલવે પોલીસના મુખ્ય મથક ખાતે નિમણૂક આપવામાં આવી છે તેવી રીતે અગાઉ મોરબી જીલ્લામાં એલસીબી પીઆઇ તરીકે ફરજ બજાવી ગયેલા આર એ. ડોડીયાની હાલમાં ડીવાયએસપી તરીકે બઢતી કરાઇ છે અને અમદાવાદ કોર્પોરેશન ખાતે બદલી કરીને નિમણુંક અપાઇ છે.


Loading...
Advertisement