મોરબીના કાયાજી પ્લોટમાંથી ચોરાયેલ સ્કોર્પિયો રાજસ્થાનમાંથી બીનવારસી મળી

04 May 2021 02:59 PM
Morbi
  • મોરબીના કાયાજી પ્લોટમાંથી ચોરાયેલ સ્કોર્પિયો રાજસ્થાનમાંથી બીનવારસી મળી

મોરબી, તા. 4
મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટમાંથી સાત લાખની સ્કોર્પિયો કારની ચોરી થયેલ તે કાર રાજસ્થાના જાલોદ નજીકથી બીનવારસી મળી આવી હતી.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટ પાસેથી થોડા દિવસો પહેલા સ્કોર્પિયો કારની ચોરી કરવામાં આવી હોય

તે અંગેની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ અમતુભા જાડેજા (ઉમર 55) એ ફરિયાદ નોંધાવી હતી જો કે તેઓની સાત લાખની કિંમતની સ્કોર્પિઓ કાર નંબર જીજે 36 બી 7530 રાજસ્થાનના જાલોદ જીલ્લાના જાબ પોલીસ મથકની બદમાંથી મળી આવી હતી.તે રીતે જ મોરબીના રહેવાસી રાજેશભાઈ પ્રભુભાઈ મારવાણીયા રહે.શકિત ટાઉનશીપ રવાપરની પણ સ્કોર્પિઓ કાર ચોરી થઈ હતી

જોકે અંતે આ સ્કોર્પિઓ કારનો અકસ્માત થયો હોય અને અકસ્માતગ્રસ્ત સ્કોર્પિઓ કાર પણ લાલપર નજીકથી મળી આવી હતી જેથી કરીને વાહન ચોરીના બંને કેશમાં ડીટેકશન થઈ ગયું છે જો કે ઉપરોક્ત બંને વાહન ચોરીના બનાવોમાં વાહન ચોર પકડાયા ન હોય એ ડીવીઝન પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વૃધ્ધ સારવારમાં
મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા છગનભાઈ કમાભાઈ ડાભી સથવારા નામના 62 વર્ષીય વૃદ્ધ દવાખાને ગયા હતા ત્યાં કોઈને એડમિટ કરેલા હોય તેમના માટે નારિયેળ પાણી લેવા માટે બહાર નીકળ્યા ત્યારે બાઈક વાળાએ તેઓને રવાપર રોડ ભવાની સોડા નજીક હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા છગનભાઇને પણ સારવારમાં ખસેડાયા હતા.જ્યારે ટંકારા નજીકના લજાઇ ગામ પાસે આવેલ ઓમહરિ ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતા દિલીપભાઈ માનસિંગભાઈ કટારા નામના 27 વર્ષના યુવાનને અકસ્માતના બનાવમાં ઈજા થતા તેમને સારવારમાં મોરબી ખસેડાયો હતો.


Loading...
Advertisement