બાઇક ચોરી, ખોટી નંબર પ્લેટના ગુનાનો આરોપી જામીન મુકત

04 May 2021 03:26 PM
Jamnagar
  • બાઇક ચોરી, ખોટી નંબર પ્લેટના ગુનાનો આરોપી જામીન મુકત

જામનગર તા.4:
મિત્રને હાથ ઉછીની રકમ પરત કરવા બાઇકની ચોરી કરી અને ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવવાના કૌભાંડમાં પકડાયેલા આરોપીને જામીન મુકત કરતી જામનગર સેસન્સ કોર્ટ સરકાર માન્ય નંબર પ્લેટ ચોરીની બાઇકમાં લગાવવાના કૌભાંડના આરોપીને જામીન મુકત કરવા અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે, રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં આરોપી જય ચંદ્રકાંતભાઈ બગડાની અટક કરવામાં આવેલ તેની તપાસ કરતા તેમના પાસેથી બાઈકની આર.સી.બુક મળી આવેલ જેના નં.જી.જે.13-એ.એ.-5124 હતા. જેથી આરોપી જે બાઈક સાથે પકડાયેલ તે બાઈકની આરોપી પાસેથી મળી આવેલ આર.સી.બુકની સરખામણી કરતા બાઈકના ચેસીઝ નંબર અને એન્જીન નંબર આર.સી.બુક કરતા અલગ મળી આવેલ

જેથી પોલીસે આ બાબતે તપાસ કરતા આ બાઈકના સાચા નંબર જી.જે.10-સી.એચ. 47515 હોવાનું માલુમ પડેલ જેથી રાજકોટ રેલ્વે પોલીસ ધ્વારા જામનગર સીટી ’સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનને મેઈલ ધ્વારા માહીતી પુરી પાડતા જામનગર સીટી ’સી’ ડીવીઝનમાં ફરીયાદી અનિલભાઈ ગોજીયાએ પોતાનું બાઈક ખોડીયાર કોલોની આઈ.સી.આઈ.સી.આઈ. બેંક પાસેથી ચોરી થયાની ફરીયાદ જાહેર કરેલ તે જ બાઈક હોવાનું માલુમ પડેલ

જેથી આરોપીનો કબજો જામનગર સીટી ’સી’ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ, જેમાં આરોપીની ઈન્ટ્રોગેશન દરમ્યાન તેઓ કીરણભાઈ ઉર્ફ કીરો કોશીકભાઈ રાઠોડ પાસેથી પૈસા માંગતા હોય જેના બદલામાં તેમને આ બાઈક આપેલ હોવાનું ખુલતા પોલીસે આરોપી કીરણ રાઠોડની અટક કરેલ જેના ઈન્ટ્રોગેશન દરમ્યાન આ બાઈક તેમને ચોરી કરેલ હોવાનું ખુલેલ, અને બંન્ને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ ત્યારબાદ આરોપી કિરણ કોશીકભાઈ રાઠોડ ધ્વારા નામ.

અદાલત સમક્ષ જામીન મુક્ત થવા માટેની અરજી દાખલ કરેલ જે અરજી દાખલ થતાં તપાસ કરનાર અધિકારીએ સોગંદનામું રજુ કરી અને જાહેર કરેલ કે, મુખ્ય આરોપી જય ચંદ્રકાંતભાઈ બગડાને હાલના અરોપીએ પૈસાના બદલામાં આ ચોરી કરી અને બાઈક આપેલ હોય, જે બાઈકના નંબર જી.જે.10-સી.એચ.-7515 હોય, જે બાઈકમાં મુખ્ય આરોપી જય બગડા ધ્વારા સરકાર માન્ય નંબર પ્લેટ કોઈ અન્ય આર.સી.બુક મુજબની બનાવેલ હોય અને

તેમાં હાલના આરોપીએ મીલાપીપણું કરી અને ગન્ડો આચરેલ છે. જેની સાથોસાથ સરકાર તરફ દલીલો કરવામાં આવેલ કે, સરકાર માન્ય નંબર પ્લેટથી આ પ્રકારે ચોરીના ગુન્હાઓ અને નંબર પ્લેટ બદલીના કૌભાંડો ન થાય તેથી સરકારે નિયમો બનાવેલ હોય, અને આરોપીઓ ધ્વારા મીલાપી થઈ જઈ અને આ પ્રકારે ગુન્ડો આચરેલ છે. અને સરકારના નિયમોને નેવે મુકો અને પોતાનો અંગત લાભ લીધેલ છે. આ પ્રકારના આરોપીને જામીન મુકત કરવા જોઈએ નહી.

જેની સામે આરોપી તરફે રજુઆત થયેલ કે, હાલના સમગ્ર કેશમાં તમામ મુદામાલ કબજે થઈ ગયેલ છે. હવે કોઈ તપાસ બાકી નથી અને જે ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવવાના આક્ષેપો છે તે કેશ ચાલતા પુરવાર થાય કે, ન થાય તે પુરાવાનો વિષય છે. હાલ આરોપીઓ લાંબો સમયથી જેલમાં છે. તપાસમાં જયારે તમામ કબજે થઈ ગયેલ હોય ત્યારે આરોપીને તેમને જામીન મુકત થવાના હકોથી વંચીત રાખી શકાય નહી.

અને જામીન મુક્ત કરવા માટે વિસ્તુત અને ધારદાર રજુઆતો કરવામો આવેલ આ તમામ રજુઆતો અને દલીલો ધ્યાને લઈ અને સેશન્સ કોટ આરોપી કિરણ ઉફ કીલો કૌશીકભાઈ રાઠોડને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપી તરફે વકીલ શિવાની શકિતપ્રસાદ વ્યાસ રોકાયેલા હતા.


Loading...
Advertisement