ક્રિકેટર પેટ કમીન્સે વડાપ્રધાન રાહત ફંડમાં આપેલું દાન પાછું લઈ લીધું !

04 May 2021 03:33 PM
Sports
  • ક્રિકેટર પેટ કમીન્સે વડાપ્રધાન રાહત ફંડમાં આપેલું દાન પાછું લઈ લીધું !

હવે યુનિસેફ-ઓસ્ટ્રેલિયાના માધ્યમથી કરશે મદદ: સોશ્યલ મીડિયા ઉપર દાન પરત લઈ લેવાની વાતને લઈને જબરી ધાંધલ-ધમાલ

નવીદિલ્હી, તા.4

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર અને આઈપીએલમાં કલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમતાં પેટ કમીન્સે થોડા દિવસ પહેલાં ભારતમાં વધી રહેલા કોરોના સંકટને ધ્યાનમાં રાખી વડાપ્રધાન રાહત ફંડમાં 50,000 ડોલર દાન આપવાની જાહેરાત કરી હતી. કમીન્સના આ નિર્ણય બાદ તે રાતોરાત ભારતમાં હિરો બની ગયો હતો. હવે પોતાના નિર્ણયમાં કમીન્સે ફેરફાર કર્યો છે. તે હવે વડાપ્રધાન રાહત ફંડમાં એક રૂપિયાની પણ મદદ કરશે નહીં. કમીન્સના આ નિર્ણય બાદ સોશ્યલ મીડિયા ઉપર રીતસરની ધાંધલ-ધમાલ શરૂ થઈ જવા પામી હતી અને તરેહ-તરેહની કોમેન્ટનો મારો શરૂ થઈ ગયો હતો.

પેટ કમીન્સે પોતાના નિર્ણય પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે તે આ મહામારી સામે લડવા માટે ભારતની મદદકરવા જરૂર માંગે છે પરંતુ તે આવું યુનિસેફ ઓસ્ટ્રેલિયાના માધ્યમથી કરશે. તેણે ટવીટર પર લખ્યું કે મેં નિર્ણય લીધો છે કે હું ભારતની મદદ યુનિસેફ ઓસ્ટ્રેલિયાના માધ્યમથી કરીશ જે અત્યારે ભારતમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને લઈને ફંડ એકઠુંકરી રહ્યું છે. જો તમે પણ આવું કરવામાં સક્ષમ છો તો આગળ આવીને મદદ કરો. આ પહેલાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી પણ ભારતમાં ફેલાયેલા કોરોના સંકટ માટે 50 હજાર ડોલરની પ્રારંભીક મદદ કરવાનું એલાન કરાયું હતું.

ઓસ્ટ્રેલિયા તરફથી ટવીટ કરીને જણાવાયું કે તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન અને યુનિસેફ ઓસ્ટ્રેલિયાના માધ્યમથી મુશ્કેલીમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ફંડ એકઠું કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ ભારતમાં વધી રહેલા કોરોના સંકટથી ઘણા દુ:ખી છે. ભારત એવો દેશ છે જેની સાથે ઓસ્ટ્રેલિયાની મજબૂત મીત્રતા છે. યુનિસેફ ઓસ્ટ્રેલિયા ભારતની હોસ્પિટલોમાં ઑક્સિજન ઉત્પાદન માટે પ્લાન્ટ લગાવવામાં મદદ કરવા જઈ રહ્યું છે જેથી બીમાર દર્દીઓને સારવાર મળી શકે.


Related News

Loading...
Advertisement