શહેરમાં કોરોનાના નવા 171 કેસ : ઘટતા ટેસ્ટીંગમાં પણ પોઝીટીવીટી રેશીયો ઉંચો!

04 May 2021 04:10 PM
Rajkot Top News
  • શહેરમાં કોરોનાના નવા 171 કેસ : ઘટતા ટેસ્ટીંગમાં પણ પોઝીટીવીટી રેશીયો ઉંચો!
  • શહેરમાં કોરોનાના નવા 171 કેસ : ઘટતા ટેસ્ટીંગમાં પણ પોઝીટીવીટી રેશીયો ઉંચો!

ટેસ્ટીંગ બુથ ખુલ્લા પણ નિદાન માટે આવતા લોકોની ભીડ ગાયબ : ગઇકાલે કેસ 400 અંદર આવ્યા : 618ને રજા : હજુ 3643 દર્દી સારવારમાં

રાજકોટ, તા. 4
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગઇકાલે ઘણા દિવસે નવા કેસ 400 અંદર આવ્યા બાદ આજે બપોર સુધીમાં વધુ 171 કેસ નોંધાયા છે. તો કોર્પો.એ 10 પૈકી એકેય ટેસ્ટીંગ બુથ બંધ કર્યા ન હોવા છતાં હવે ત્યાં ભીડ ઘટતી હોય, સંક્રમણ કાબુમાં આવી રહ્યાની આશા વધે છે.

રાજકોટમાં આજે બપોર સુધીમાં નોંધાયેલા નવા 171 સહિત આજ સુધીના કુલ પોઝીટીવ દર્દીઓનો આંકડો 35099 પર પહોંચ્યો છે. તો ધીમે ધીમે ફરી રીકવરી રેટ વધતો હોય તેમ 88.93 ટકા રીકવરી સાથે 31064 દર્દી સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. આજ સુધીમાં 10.17 લાખ ટેસ્ટીંગ થઇ જતા સરેરાશ પોઝીટીવીટી રેશીયો 3.43 ટકા છે.

દરમ્યાન ગઇકાલ તા. 3ના રોજ ફરી કોરોના ટેસ્ટ ઘટીને 6478 થયા હતા. તેમાંથી 6.13 ટકા જેવો ઉંચો રેશીયો પોઝીટીવ આવતા 393 નવા દર્દી નોંધાયા હતા. જે સામે 618 દર્દી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. છતાં આજની તારીખે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 3643 છે અને મૃત્યુઆંક 396 પર છે. મહાનગરમાં ગઇકાલે વધુ 4રર83 લોકોનો સર્વે કરવામાં આવતા શરદી, ઉધરસ, તાવના લક્ષણવાળા 150 દર્દી મળ્યા હતા.

તો 77 ધનવંતરી રથ દ્વારા 14387 લોકોની ઓપીડી કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રો પર 2994 લોકો ઓપીડી માટે ગયા હતા. તો 107 સંજીવની રથે 3174 પરિવારની મુલાકાત લીધી હતી. ગઇકાલે 104 હેલ્પ લાઇન પર ર80 અને 108 પર 3પ કોલ આવ્યાનું જિલ્લા આરોગ્ય તંત્રના રીપોર્ટમાં જણાવાયું હતું.


Related News

Loading...
Advertisement