દિલ્હીમાં 72 લાખ રેશનકાર્ડ ધારકોને બે મહિના સુધી મફત રાશન અપાશે

04 May 2021 04:17 PM
India Top News
  • દિલ્હીમાં 72 લાખ રેશનકાર્ડ ધારકોને બે મહિના સુધી મફત રાશન અપાશે

ઓટો રીક્ષા-ટેકસી ચાલકોને રૂા.5-5 હજાર અપાશે

નવી દિલ્હી તા.4
કોરોના વાઈરસે સંક્રમણ પર કાબુ મેળવવા માટે દિલ્હીમાં લોકડાઉન નાખવામાં આવ્યું છે પણ તેના કારણે ગરીબ વર્ગની મુશ્કેલી વધી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે મહત્વના નિર્ણય કર્યા છે જે મુજબ ઓટો રીક્ષા-ટેકસી ચાલકોને રૂા.5000 અને 72 લાખ લોકોને બે મહિના સુધી વિનામૂલ્યે રાશન આપવામાં આવશે. કેજરીવાલે આજે ડીઝીટલ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે દિલ્હીમાં લોકડાઉનના કારણે મુશ્કેલીનો સામનો કરતા ઓટો-ટેકસી ચાલકોને રૂા.5-5 હજારની સહાય કરવામાં આવશે. 19 લાખ રેશનકાર્ડ ધારકોનો રાશન વિનામૂલ્યે બે મહિના સુધી અપાશે. કેજરીવાલે જણાવ્યું હતું કે લોકડાઉન ગરીબો માટે સંકટ પેદા કરે છે એટલે અમે આ નિર્ણય લીધો છે.


Related News

Loading...
Advertisement