એપ્રિલમાં નવી ફિલ્મોની રિલીઝ ટળતા ફિલ્મ ઉદ્યોગને રૂા.500 કરોડનો ઝટકો

04 May 2021 04:34 PM
Entertainment
  • એપ્રિલમાં નવી ફિલ્મોની રિલીઝ ટળતા
ફિલ્મ ઉદ્યોગને રૂા.500 કરોડનો ઝટકો

કોરોનાની બીજી ખતરનાક લહેરના કારણે બોલીવુડ માટે આવનારા મહિના પણ સંકટના

મુંબઈ: કોરોનાની પ્રથમ લહેર અને તેના પગલે આવેલા લોકડાઉનના9 મહિનાના ઈન્ટરવલ બાદ સિનેમા હોલ ખુલ્યા હતા. જેમાં 1 જાન્યુઆરીએ સાઉથમાં ‘માસ્ટર’ તેમજ માર્ચ મહિનામાં ‘રૂહી’ ફિલ્મ બોકસ ઓફીસ પર રોનક લાવી હતી. તેની સાથે અક્ષયકુમારની ‘સુર્યવંશી’ કંગનાની ‘થલાઈવી’ વગેરે ફીલ્મોની રિલીઝની તારીખ પણ જાહેર થઈ હતી. પરંતુ કોરોનાની બીજી ખતરનાક લહેરથી બધુ ચોપટ થઈ ગયુ હોલીવુડની ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફયુરીયશ-9’, ‘બંટી ઔર બબલી’, સહિત ફિલ્મોની રિલીઝ ટળવાથી સિનેમાઘર માલિકો, વિતરકો અને નિર્માતાઓને 500 કરોડ રૂપિયાનુ નુકશાન થયાનું અનુમાન લગાવવામા આવે છે. મેની હાલત પણ ઠીક નથી. અલગ અલગ રાજયોમાં કોરોના લોકડાઉન વધવાથી કોઈ નવી ફિલ્મની રીલીઝ થવી મુશ્કેલ બન્યુ છે.


દર્શકોની નજર હવે જુનમાં પ્રસ્તાપિત ફીલ્મો પર લાગી છે જેમાં રણવીરસિંહની ફીલ્મ ‘83’ 11 જુને રીલીઝ થશે.અમિતાભ બચ્ચનની ફીલ્મ ‘ઝુંડ’ 18 જુનેરિલીઝ માટે પ્રસ્તાપિત છે. ‘ઝુંડ’બાદ એક સપ્તાહ બાદ 25 મી જુને રણબીર કપુરની ફિલ્મ ‘શમશેરા’ રજુ થશે. હાલત ઠીક થશે તો ‘સુર્યવંશી’અને ‘થલાઈવી’, ‘બંટી ઔર બબલી-2’ પણ જુનમાં રજુ થઈ શકે છે.જુલાઈની તારીખો પણ અત્યારથી જ બ્લોક છે. આ મહિનામાં ‘મેજર’, ‘ચંદીગઢ કરે આશિકી’, ‘કેજીએફ-2’, ‘રાધેશ્યામ’ રજુ થઈ શકે છે. જયારે , ‘પુષ્પા’, ઓગસ્ટમાં ‘લાઈગર’ સપ્ટેમ્બરમાં ‘આરઆરઆર’ ઓકટોબરમાં રજુ થઈ શકે છે.


Related News

Loading...
Advertisement