હાલ દયાબેનની એન્ટ્રી કે પોપટલાલના લગ્ન મહત્વના નથી, બીજા અનેક પડકારો છે

04 May 2021 04:37 PM
Entertainment
  • હાલ દયાબેનની એન્ટ્રી કે પોપટલાલના લગ્ન મહત્વના નથી, બીજા અનેક પડકારો છે

દયાબેનની ‘તારક..’માં વાપસી અને પોપટલાલના લગ્નની અફવાનું ખંડન કરતા શોના નિર્માતા અસિત મોદી

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની ફરી એન્ટ્રી થશે? પત્રકાર પોપટલાલના લગ્ન થશે? આ મામલે આજકાલ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે શોના પ્રોડયુસર અસીત મોદી કહે છે શોમાં દયાબેનની એન્ટ્રી કે પોપટલાલના લગ્ન કરતા હાલ એવી અન્ય ઘણી બાબતો છે જેનો અમારે સામનો કરવાનો છે.હાલમાં મહારાષ્ટ્રમાં કોરોનાના કહેરના કારણે અનેક ટીવી શોના શુટીંગ મુંબઈની બહાર થઈ રહ્યા છે. તેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સર્જકો પણ શુટીંગ મુંબઈની બહાર કરી શકે. આ સંજોગોમાં ટીવી શ્રેણીના પ્રોડયુસર અસીત મોદી જણાવે છે અમારી પાસે શોના એપીસોડની બેન્ક છે એટલે અમારે બીજા શહેરામાં શુટીંગ કરવાની જરૂર નથી, પણ હવે અમે આ મામલે પ્લાન કરી રહ્યા છીએ. હાલના મહામારીના સમયમાં આખી ટીમને અન્ય શહેરમાં ફેરવવી સરળ નથી, એટલે અમે સાવચેતીથી નિર્ણય લઈશું.


શોમાં છેલ્લા કેટલાક દિવસોથી નટુકાકા દેખાતા નથી. આ બાબતે અસીત મોદી કહે છે તેઓ જરૂર પાછા ફરશે પણ હાલમાં તેમણે ઘરે રહેવું પડશે. તે સીનીયર સીટીઝન છે તે હજુ હમણા જ બીમારીમાંથી સ્વસ્થ થયા છે.પોપટલાલના લગ્નની વાત કરીએ તો તે અગત્યના છે પણ હાલના સંજોગોમાં તેના માટે રાહ જોવી પડશે.દયાબેનની એન્ટ્રીના બારામાં અસીત મોદી જણાવે છે, અમે તેમના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છીએ. જો તેઓ શો છોડવાની ઈચ્છા વ્યક્ત કરશે તો અમે નવી દયા શોધશુ પરંતુ અત્યારે મને એ દયાબેનનું આગમન કે પોપટલાલના લગ્ન મહત્વના નથી લાગતા, હાલની મહામારીના સમયમાં બીજી અનેક ગંભીર બાબતો છે. હાલ તો અમે શુટીંગમાં સુરક્ષાના પ્રોટોકોલ અને આજીવિકાનું વિચારીએ છીએ.


Related News

Loading...
Advertisement