કોરોનાથીયે ખતરનાક દેશમાં બેરોજગારીનું ચિત્ર

04 May 2021 04:39 PM
India
  • કોરોનાથીયે ખતરનાક દેશમાં બેરોજગારીનું ચિત્ર

દેશમાં 51445 નોકરીઓ સામે 1.01 કરોડ અરજીઓ:કોરોના અને તેના પગલે આવેલા લોકડાઉનથી બેરોજગારી વધી

નવી દિલ્હી તા.4
કોરોનાની બીજી લહેર અને તેને પગલે જુદા જુદા રાજયોએ લાદેલા લોકડાઉન, મીની લોકડાઉન, રાત્રી કર્ફયુએ રોજગાર પર અસર કરી છે. ભારતમાં રોજગારના મોરચે હાલત બગડી રહી છે. એપ્રિલમાં દેશમાં 51445 નવી નોકરીઓ જ આવી રહી છે, જયારે શ્રમ મંત્રાલયના નેશનલ કેરીયર સર્વિસ (એનસીએસ) પોર્ટલ પર 1.01 કરોડ નોકરી માટે રજીસ્ટ્રેશન કરાવી રખાયું છે. એપ્રિલ અને નાણાકીય વર્ષ 2020-21માં કુલ 1.29 લાખ નોકરીઓ મોજૂદ છે. પોર્ટલ અનુસાર હાલના સમયમાં 18થી35 વર્ષના 78 લાખ લોકોને નોકરીની તલાશ છે. સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં 24.25 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે, જયારે રાજયમાં કુલ નોકરીઓ 1919 જ છે.યુપીની વાત કરવામાં આવે તો 11 લાક લોકો નોકરી ઈચ્છે છે, જયારે એપ્રિલ સુધીમાં ત્યાં 10602 નોકરીઓ જ ઉપલબ્ધ હતી. બિહારમાં કુલ 5565 નોકરીઓ સામે 12.25 લાખ લોકોએ નોકરી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હરિયાણામાં 6585 નોકરીઓ સામે 76601, ઝારખંડમાં 5060 નોકરીઓ સામે 90158, દિલ્હીમાં 6585 નોકરીઓ સામે 98462 અરજીઓનું રજીસ્ટ્રેશન થયું


Related News

Loading...
Advertisement