હાપાથી ગુરૂગ્રામ 85.23 ટન ઓકસીજન પહોંચાડાયુ

04 May 2021 04:41 PM
India
  • હાપાથી ગુરૂગ્રામ 85.23 ટન ઓકસીજન પહોંચાડાયુ

ઓકસીજન એકસપ્રેસથી


ભારતીય રેલ્વે લીકવીડ મેડીકલ ઓકસીજનના ઝડપી પરિવહન દ્વારા કોવિડ મહામારીના ઉપચાર માટે મિશન મોડમાં ઓકસીજનની ઉપલબ્ધતાની ખાતરી કરી રહ્યું છે. આના માધ્યમથી ઓકસીજન એકસપ્રેસ ટ્રેનોના ઓપરેશન દ્વારા કોવિડ 19 દર્દીઓ માટે દેશભરમાં ઓકસીજનની તીવ્ર જરૂરિયાત મુજબ મેડીકલ ઓકસીજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. પશ્ર્ચિમ રેલ્વે દ્વારા વિવિધ રાજયોમાં જીવન રક્ષક ઓકસીજનના પરિવહનની સાથે સાથે કોવિડ 19 સામે સંયુક્ત સંઘર્ષને શક્તિ પ્રદાન કરવા માટે ગુજરાતના હાપાથી હરિયાણાના ગુરુગ્રામ સુધી લીકવીડ મેડીકલ ઓકસીજન (એલએમઓ) થી ભરેલ બીજી ઓકસીજન એકસપ્રેસ સંચાલીત કરવામાં આવી.


લીકવીડ મેડીકલ ઓકસીજન ના ચાર ટેન્કરવાળી એક રો-રો સેવા 3 મે, 2021ના રોજ 6.37 વાગ્યે ગુજરાતના હાપાથી રવાના થઈ. જે 4 મે, 2021ના રોજ સવારે હરિયાણાના ગુરુગ્રામ પહોંચશે. આ ઓકસીજન એકસપ્રેસ લગભગ 85.23 ટન લીકવીડ મેડીકલ ઓકસીજનનું વહન કરી રહી છે તથા તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે 1088 કીમીનું અંતર કાપશે. આ ઓકસીજન ટેન્કર દ્વારા સપ્લાય કરવામાં આવેલ. ઓકસીજન દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્પીટલમાં દર્દીઓના ઉપયોગ માટે પરિવહન કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement