ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનાના મૃતકોને પૂ. મોરારીબાપુ દ્વારા તત્કાલ સહાય

04 May 2021 04:53 PM
Bhavnagar
  • ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનાના મૃતકોને પૂ. મોરારીબાપુ દ્વારા તત્કાલ સહાય

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા. 4
સમગ્ર વિશ્વ હાલમાં કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. ગત દિવસમાં ભરૂચ ખાતની વેલફેર હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી જેમાં 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.આ મૃતક લોકોનાં પરિવારજનને મોરારિબાપુ એ શ્રી હનુમાનજની સાંત્વનારૂપે રૂપિયા 5 હજારની તત્કાલ સહાય મોકલાવેલ છે.રામકથમાં શ્રોતાઓ તરફથી આ સહાય પહોચતી કરાઇ છે. કુલ18 મૃતકો લેખે 90 હજાર જેટલી આ સહાય મોકલી છે. પૂજ્ય મોરારી બાપુ એ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમનાં પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.


Loading...
Advertisement