જેટલું વધુ ભણ્યા એટલું મોટું ચલણ ફાટયુ

04 May 2021 05:29 PM
India Politics
  • જેટલું વધુ ભણ્યા એટલું મોટું ચલણ ફાટયુ

ઉતરપ્રદેશમાં પંચાયત ચૂંટણીની મતગણના સમયે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે અહીની નેશનલ ઈન્ટરકોલેજ પાસે એસ.પી.અમીતકુમાર પહોંચ્યા હતા. ત્યારે કેટલાક લોકો માસ્ક વગર દેખાયા તો તુર્ત જ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો જેમાં વિજ્ઞાનના એક શિક્ષક રામનગીનાસિંહ પણ સામેલ હતા જેણે માસ્ક પહેર્યો ન હતો ઉપરાંત હેલ્મેટ પણ પહેર્યો ન હતો અને તેની બાઈકમાં નંબર પણ ન હતો જયારે એસ.પી.એ તેમને રોકયા તો પહેલા પોતાની ભુલ સ્વીકારી લીધી અને દંડ ન કરવા જણાવ્યું પણ એસ.પી.એ દંડ તો થશે તેવું જણાવતા પોતે કેટલા ભણેલા છે તે દર્શાવીને કહ્યું કે હું એમએસસી, પીએચડી થયો છું તો એસપીએ તુર્ત જ નંબર વગરની બાઈક વગર રૂા.10 હજાર, માસ્ક ન પહેરવા બદલ રૂા.1000નો દંડ ફટકારી દીધો.


Related News

Loading...
Advertisement