વાયરસ સામે આખી દુનિયા આટલી નિ:સહાય શા માટે ? કેવી રીતે ખતમ થશે આઠ અબજ લોકો પરનું જોખમ ?

04 May 2021 05:30 PM
India
  • વાયરસ સામે આખી દુનિયા આટલી નિ:સહાય શા માટે ? કેવી રીતે ખતમ થશે આઠ અબજ લોકો પરનું જોખમ ?

નિષ્ણાતો પણ માથું ખંજવાળી રહ્યા છે: જો વેક્સિનની પેટન્ટને ખતમ કરી નાખવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે: ધનીક દેશો દ્વારા વેક્સિન પર કરી લેવાતો કબજો પણ અછત માટે કારણભૂત

નવીદિલ્હી, તા.4
કોરોના મહામારીની નવી લહેરથી ભારત ઉપરાંત અનેક અન્ય દેશો પણ પરેશાન થઈ ગયા છે. આવામાં સવાલ ઉપસ્થિત થવો વ્યાજબી છે કે આખી દુનિયા આ વાયરસ પાસે આટલી લાચાર કેમ છે ? દુનિયાના આઠ અબજ લોકો ઉપર મંડરાઈ રહેલું આ સંકટ કેવી રીતે ખતમ થશે ? જો વેક્સિનેશન જ તેનું સમાધાન હોય તો આટલી મોટી માત્રામાં વેક્સિન કેવી રીતે મુકાશે ?


વધી રહેલા કેસને કારણે તુર્કીને પાછલા સપ્તાહે પહેલી વખત લોકડાઉન લાગુ કરવું પડ્યું હતું. ગત સપ્તાહે જ ઈરાનમાં એક દિવસમાં સૌથી વધુ કેસ આવવાનો રેકોર્ડ બન્યો હતો. ઈરાનના રોટ્રપતિ હસન રુહાનીએ કહ્યું કે દેશ અત્યારે ચોથી લહેર સહન કરી રહ્યો છે. બીજી બાજુ લેટિન અમેરિકી દેશ બ્રાઝીલમાં મોટી સંખ્યામાં નવા સંક્રમણ અને મોત પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. અમેરિકાની જોન હોપક્ધિસ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ પ્રતિ 10 લાખ વસતીની સરેરાશમાં સૌથી વધુ મોત હજુ પણ બ્રાઝીલમાં જ થઈ રહ્યા છે જેના કારણે પશ્ર્ચિમી દેશોમાં પણ નવી લહેરની આશંકા ઘેરાઈ ગઈ છે જે થોડા દિવસ પહેલાં સામાન્ય જિંદગી શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા.


ઘેરાઈ રહેલા સંકટને કારણે જીનેવા સ્થિત વિશ્ર્વ વ્યાપાર સંગઠનમાં કોરોના વેક્સિન પરથી પેટન્ટ હટાવવા અથવા સ્થગિત કરી દેવાનો મામલો ગરમાઈ રહ્યો છે. જો પેટન્ટને હટાવવામાં આવશે તે જે ફોર્મ્યુલાથી કંપનીઓએ વેક્સિન તૈયાર કરી છે જેતી ટેકનીક અને એ વેક્સિનને બનાવવાનું જ્ઞાન તેણે અલગ અલગ દેશની વેક્સિન નિર્માતા કંપનીઓ સાથે શેયર કરવું પડશે જેનાથી આ વેક્સિનના ડોઝ મોટી સંખ્યામાં તૈયાર કરી શકાશે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના વાયરસ પર કાબૂ મેળવવાનો એકમાત્ર ઉપાય આખી દુનિયામાં સૌનું ટીકાકરણ જ છે.


દુનિયામાં અત્યારે વેક્સિનના ડોઝની અત્યંત કમી છે. જે ડોઝ ફાઈઝર-બાયોએનટેક, મોડર્ના, જોન્સન એન્ડ જોન્સન અને એસ્ટ્રાજેનેકા કંપનીઓએ બનાવી છે તેના ઉપર મોટાભાગે ધનિક દેશોનો જ કબજો છે એટલા માટે વધુ વિકાસશીલ દેશોને ચીન અને રશિયાની વેક્સિન ઉપર નિર્ભર થવું પડી રહ્યું છે.એવા અહેવાલો પણ છે કે વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન ટૂંક સમયમાં જ ચીનમાં બનેલી વેક્સિનને મંજૂરી આપવાનું છે. એસ્ટ્રાજેનેકા, જોન્સન એન્ડ જોન્સ અને અન્ય બે ચીની કંપનીઓની વેક્સિનની ખાસિયત એ છે કે તેને સામાન્ય રેફ્રિઝરેટરના તાપમાન ુપર રાખી શકાય છે એટલા માટે વિકાસશીલ દેશોમાં લાવવી-લઈ જવી સરળ છે. ફાઈઝર અને મોડર્નાની વેક્સિન સાથે આ સુવિધા નથી.


Related News

Loading...
Advertisement