બ્રાઝીલમાં ગર્ભવતી મહિલાઓ માટે કાળ બન્યો કોરોના: 800 ના મોત નીપજયા

04 May 2021 05:31 PM
Top News World
  • બ્રાઝીલમાં ગર્ભવતી મહિલાઓ માટે કાળ બન્યો કોરોના: 800 ના મોત નીપજયા

અધિકારીઓએ મહિલાઓને ગર્ભ ધારણ કરવાના પ્લાનને હાલમાં ટાળવાની સલાહ આપી

બ્રાસીલીયા (બ્રાઝીલ) તા.4
કોરોના કહેરનો સામનો કરી રહેલા બ્રાઝીલમાં ગર્ભવતી મહિલાઓ માટે આ મહામારી જાણે કાળ બની ગઈ છે. બ્રાઝીલમાં ગર્ભવતી અને મા બન્યા બાદ તરત 800 મહિલાઓના મોતથી દેશ ખળભળી ઉઠયો છે. દેશના અધિકારીઓએ મહિલાઓને ચેતવણી આપી છે કે તેઓ પોતાની ગર્ભ ધારણ કરવાનો પ્લાન થોડા સમય માટે ટાળી દે. ઉલ્લેખનીય છે કે બ્રાઝીલમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી ચાર લાખ લોકોના મોત થઈ ચૂકયા છે. બ્રાઝીલની એક ટાસ્ક ફોર્સનાં જણાવ્યા બાદ ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કોરોના મહામારીની ઝપટમાં આવ્યા બાદ બ્રાઝીલમાં કમ સે કમ 803 ગર્ભવતી અને બાળકોને જન્મ આપ્યા બાદ મહિલાઓનાં મૃત્યુ થયા હતા. જેમાં 432 મહિલાઓના મોત આ વર્ષે જ થયા છે.


Related News

Loading...
Advertisement