અમેરીકામાં અનેક ફ્રી ઓફર : વેકસીન લો બિયરનું કેન ફ્રી

04 May 2021 05:36 PM
Top News World
  • અમેરીકામાં અનેક ફ્રી ઓફર : વેકસીન લો બિયરનું કેન ફ્રી

વેકસીનના ડોઝ વધી પડયા : નાગરિકોને પ્રી-પેઇડ શોપીંગ કાર્ડ પણ ઓફર થાય છે


ન્યુયોર્ક તા.4
ભારતમાં એક તરફ વેકસીન માટે લોકો લાઇન લગાવે છે અને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ રાહ જોવી પડે છે તે વચ્ચે અમેરીકામાં એક તો ઝડપી વેકસીનેશનથી 50 વર્ષથી ઉપરના મોટા ભાગના લોકોને વેકસીન અપાઇ ગઇ છે અને બીજી તરફ વેકસીનનું ઉત્પાદન વધતાં હવે અનેક રાજયો વેકસીન લેનારને રોકડા નાણાથી લઇને બિહારના કુપન ઓફર કરે છે. અમેરીકામાં તમામ કંપનીઓ પોતાની વેકસીન પૂરી પાડી રહી છે અને તેથી કંપનીઓ વચ્ચે પણ સ્પર્ધા છે. ન્યુજર્સીમાં સરકાર દ્વારા ‘શોર્ટ એન્ડ એ વિયર’ એટલે કે વેકસીનનો ડોઝ લો અને બિયર ફ્રી મેળવો તેવી ઓફર થઇ છે. સરકારે બિયર કંપનીઓને આ આયોજનમાં સામેલ કરી દીધી છે તો ડેટ્રોઇટમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેનારને 50 ડોલરનું પ્રી-પેઇડ કાર્ડ આપવામાં આવે છે જે પોતે સુપર માકેટમાં જઇને ખરીદી કરી શકે છે. ઉપરાંત અહીં સરકારે તેના કર્મચારીને વેકસીન લીધા બાદ એક ઇન્ક્રીમેન્ટ આપવાની જાહેરાત કરી છે. મેરી લેન્ડમાં 100 ડોલરનું કાર્ડ આપવામાં આવે છે. રાજય સરકાર કહે છે કે એક વખત તમામ લોકો વેકસીન લઇ લે તો કોરોના સામે સુરક્ષા મળી જશે એટલુ જ નહી રાજય સરકારનો આરોગ્ય ખર્ચ જે હાલ ઉંચો ગયો છે તે ઘટી જશે અને લોકો ફરી એક વખત સ્વસ્થ રીતે જીંદગી માણી શકશે.


Related News

Loading...
Advertisement