ધારાસભ્ય મત વિસ્તાર ભંડોળની પૂરેપૂરી રૂા.1.50 કરોડની રકમ કોવિડ કામગીરી માટે ઉપયોગની છૂટ આપો

04 May 2021 05:37 PM
Rajkot Gujarat
  • ધારાસભ્ય મત વિસ્તાર ભંડોળની પૂરેપૂરી રૂા.1.50 કરોડની રકમ કોવિડ કામગીરી માટે ઉપયોગની છૂટ આપો

કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં રીટ અરજી : રાજય અને કેન્દ્ર સરકારને પ્રતિવાદી બનાવવા માટે માંગણી

રાજકોટ તા.4
ગુજરાતમાં કોરોના સંક્રમણ સમયે રાજય સરકાર દ્વારા ધારાસભ્યોની મત વિસ્તાર ગ્રાન્ટમાંથી રૂા.25 લાખની રકમ તેમના મત ક્ષેત્રમાં કોરોના સામેની સુવિધાઓ ઉભી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ કોંગ્રેસ પક્ષે આજે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હીતની અરજીથી દરેક ધારાસભ્યને તેના મત વિસ્તારમાં પૂરેપૂરા રૂા.1.50 કરોડનું મતવિસ્તાર ભંડોળ કોરોના અંગેની કામગીરી સામે ઉપયોગ માટે મંજૂરી આપવા માંગણી કરી છે. કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ કરેલી આ અરજીને સુઓમોટો ગણવા હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી છે

અને ગુજરાત સરકાર તથા રાજયના આરોગ્ય વિભાગના સચિવ સહિતના અધિકારીઓ તથા કેન્દ્રના આરોગ્ય મંત્રાલય પ્રતિવાદી બનાવવા માંગણી કરી છે. આજે દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે કોંગ્રેસના 65 ધારાસભ્યો હાલની કોરોનાની સ્થિતિમાં તેમના મત વિસ્તારમાં કોવિડ હોસ્પિટલની બેડ ઓકિસજન, રેમડેસીવીર સહિતની ઉપલબ્ધતા વધારવા ઉપરાંત ટેસ્ટીંગ સહિતની કામગીરી માટે વ્યાપક પણે સુવિધા ઉભી કરવાના પક્ષમાં છે. આ ઉપરાંત વેન્ટીલેટર સહિતની વ્યવસ્થા પણ જરૂરી છે. ગ્રામીણ વિસ્તારોમાં રાજય સરકાર હજુ આ સુવિધા ઉભી કરી શકતી નથી અને તેથી કોંગ્રેસના ધારાસભ્ય ઇચ્છે છે કે તેમના મત વિસ્તારમાં રૂા.1.50 કરોડની મત વિસ્તાર વિકાસ ભંડોળની રકમ છે. તે પૂરે પૂરી રાજય સરકાર ઉપરોકત દર્શાવેલી કામગીરીમાં વાપરવાની છૂટ આપે તેવો આદેશ જરૂરી છે. કોંગ્રેસ પક્ષે જણાવ્યું છે કે ધારાસભ્યો પોતાના મત વિસ્તાર મુજબના આવશ્યકતા મુજબના કામ વહિવટી તંત્ર મારફત જ કરાવે છે તેજ ચેનલથી આ નવી વ્યવસ્થા પણ ઉભી કરવી જરૂરી છે.


Related News

Loading...
Advertisement