ટીએમસી યાદ રાખે, તેમના મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યોને પણ દિલ્હી આવવાનું છે

04 May 2021 05:43 PM
India Politics
  • ટીએમસી યાદ રાખે, તેમના મુખ્યમંત્રી, સાંસદ અને ધારાસભ્યોને પણ દિલ્હી આવવાનું છે

બંગાળમાં હિંસા પર ભાજપ સાંસદ પરવેશ ભડકયા

કોલકાતા તા. 4 :પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણીના પરીણામો જાહેર થયા બાદ હિંસાનો દોર ચાલતા ભાજપ સાંસદ પરવેશ સાહિબસિંહ ભડકી ઉઠયા હતા અને તૃણમુલ કોંગ્રેસ-ટીએમસીના લોકો પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે યાદ રાખો તૃણમુલ એમપી, સીએમને પણ દિલ્હી આવવાનું છે.
પશ્ચિમ દિલ્હીમાં ભાજપ સાંસદ પરવેશસિંહે ટવીટ કરી ટીએમસીને આડે હાથ લઇને લખ્યુ કે ટીએમસીના ગુંડાઓએ ચુંટણી જીતતા જ અમારા કાર્યકરોને જાનથી મારી નાંખવામાં આવ્યો ભાજપ કાર્યકર્તાઓની ગાડી તોડી, ઘરમાં આગ લગાવી દીધી. તેમણે લખ્યું કે ટીએમસીના સાંસદ, મુખ્યમંત્રી, ધારાસભ્યોને પણ દિલ્હી આવવુ પડશે અને ચેતવણી જ સમજજો. ચુંટણીમાં હાર-જીત થાય છે મર્ડર નહીં.


Related News

Loading...
Advertisement