જાહેરનામા ભંગના 141 ગુના નોંધાયા

04 May 2021 05:45 PM
Rajkot
  • જાહેરનામા ભંગના 141 ગુના નોંધાયા
  • જાહેરનામા ભંગના 141 ગુના નોંધાયા

રાત્રી કર્ફયુમાં 110, દુકાન ખુલી રાખનાર 8 વેપારી, હોમ કવોરન્ટાઈન ભંગ કરી નીકળેલા એક વ્યક્તિ સામે કાર્યવાહી

રાજકોટ તા.4
રાજકોટમાં કોરોના સંક્રમણ હળવુ પડયું છે. પરંતુ તકેદારી રાખવી હાલ પણ હિતાવહ છે તેથી પોલીસ દ્વારા દિવસ દરમ્યાન મીની લોકડાઉન અને રાત્રી દરમ્યાન કર્ફયુની અમલવારી કરાવવામાં આવી રહી છે. ગઈકાલે દિવસે અને રાત્રી દરમ્યાન કુલ 141 લોકોએ પોલીસે જાહેરનામાનો ભંગ કરતા ઝડપી પાડયા હતા. રાત્રી કર્ફયુમાં બિનજરૂરી બહાર નીકળેલા 110 લોકો પોલીસની ઝપટે ચડી ગયા હતા. ઉપરાંત આવશ્યક વસ્તુ સિવાયની દુકાનો બંધ રાખવા આદેશ છે. તેમ છતાં દુકાન ખુલી રાખી મળી આવેલા 8 વેપારીઓ સામે ગુનો નોંધાયો હતો તેમજ માસ્ક પહેર્યા વગર નીકળ્યા બાદ દંડ ન ભરનાર 20 લોકો સામે કાર્યવાહી કરાઈ હતી અને વાહનમાં વધુ પેસેન્જર બેસાડી સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર વાહન ચાલકો સામે ગુનો દાખલ કરાયો હતો. ઉપરાંત ક્ધટેનમેન્ટ ઝોનમાં હોય કવોરન્ટાઈન થયેલ એક વ્યક્તિ પોતાના ઘરે હાજર ન મળતા પોલીસે જાહેરનામા ભંગ અંગેની કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement