હોસ્પિટલો એક પીપીઇ કીટનો ખર્ચ અનેક દર્દી પાસેથી વસુલે છે : સીટી સ્કેનમાં પણ કોઇ મર્યાદા રહેતી નથી

04 May 2021 05:45 PM
India Top News
  • હોસ્પિટલો એક પીપીઇ કીટનો ખર્ચ અનેક દર્દી પાસેથી વસુલે છે : સીટી સ્કેનમાં પણ કોઇ મર્યાદા રહેતી નથી

કોરોના કાળમાં પણ તગડુ પ્રીમિયમ ચૂકવીને મેડીકલેઇમ લેતા દર્દીઓ હોસ્પિટલ અને વિમા કંપનીઓ વચ્ચે સેન્ડવીચ જેવી હાલતમાં ફસાઇ છે :દેશભરમાં કોરોનાના દર્દીઓની મેડીકલ કલેઇમમાં હાલત ખરાબ : અનેક વિમા કંપનીઓ તો 4પ ટકા જેવી રકમ મંજૂર કરે છે : હોસ્પિટલના તગડા બીલ ભરવા દર્દીઓ લાચાર બની ગયા હોવાની વ્યાપક ફરિયાદ

મુંબઇ તા.4
દેશમાં કોરોના સંક્રમણ સમયે એક તરફ સંક્રમિત વ્યકિતઓ માટે ખાનગી હોસ્પિટલોના ઉંચા બીલ ચૂકવવામાં પણ કસોટી થઇ રહી છે તે સમયે તગડુ પ્રિમીયમ ભર્યુ હોવા છતાં પોલીસ હોલ્ડર તેની કોરોના સારવાર ખર્ચના 4પ થી 80 ટકા જેટલી રકમ જ મેળવી શકે છે. એટલુ જ નહી આ મેડીકલેઇમ પાસ કરાવવામાં તે હોસ્પિટલ અને વિમા કંપનીઓ વચ્ચે સેન્ડવીચ થયેલી હાલત પણ અનુભવે છે. દર વર્ષે જંગી રકમનું વિમા પ્રીમિયમ ભર્યા બાદ દર્દી બિચારા જેવી હાલતમાં હોય છે. હાલમાં કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે હોસ્પિટલો દર્દીઓની સારવારમાં તમામ પ્રકારના ખર્ચના બીલ, દર્દીના ખાતા ઉધારે છે

અને વિમા કંપનીઓ આ રકમ પૂરેપૂરી અથવા ન્યાયી રીતે પણ મંજૂર કરતી નથી. અનેક વિમા કંપનીઓની આ અંગેની વાસ્તવિકતાઓ બહાર આવી છે અને જનરલ ઇન્સ્યુરન્સ કાઉન્સીલ પાસે તેની ફરિયાદ પણ પહોંચી છે. પરંતુ મોટા ભાગની વિમા કંપનીઓ પોલીસી હોલ્ડરે કરાર પર સહી કરી છે તેની વિવિધ કલમો બતાવીને કઇ-કઇ રકમ મંજૂર થઇ શકે તે અંગે મર્યાદા બતાવીને દર્દીને તે રકમ હોસ્પિટલને ચુકવવી પડે તેવી ફરજ પાડે છે. હોસ્પિટલ દર્દીની સારવાર સમયે તબીબો અને અન્ય કર્મચારીઓ દ્વારા જે પીપીઇ કીટ પહેરવામાં આવે છે. તેની રકમ એકથી વધુ દર્દીને બીલમાં ચડાવે છે

અને દર્દીના તપાસ સમયે તબીબ દ્વારા ઉપયોગમાં લેવાતા ગ્લોઝની માર્કેટ કિંમત રૂા.5 થી 10 હોય તે 3 થી 4 ગણી વસુલવામાં આવે છે. પણ વિમા કંપનીઓ તે મંજૂર કરતી નથી અને અંતે દર્દીએ ચુકવવી પડે છે. વીમા કંપનીઓ કહે છે કે તબીબ રાઉન્ડ સમયે એક પીપીઇ કીટ પહેરે છે અને સમગ્ર વોર્ડના દર્દીઓને તપાસે છે. જયારે હોસ્પિટલ દરેક દર્દીના ખાતામાં આ પીપીઇ કીટની રકમ ઉમેરીને એક પીપીઇ કીટનો ખર્ચ 10 થી 15 દર્દીઓ પાસેથી વસૂલે છે અને કેટલીક હોસ્પિટલોના બીલમાં જ પીપીઇ કીટનો ખર્ચ 20 ટકા જેવો હોવાનું બહાર આવ્યું છે. એક દર્દી કેટલી પીપીઇ કિટનો ખર્ચ ચૂકવવો પડે તે કોઇ હોસ્પિટલ વચ્ચે સામ્યતા નથી અને વિમા કંપનીઓ આ પ્રકારનો ખર્ચ ઉપરાંત વોર્ડ બોય અને નર્સની પીપીઇ કીટનો ખર્ચ પણ દર્દીના ખાતામાં જાય છે

તે પેમેન્ટ કરવાની ના પાડે છે. મોટા ભાગની વિમા કંપનીઓ હોસ્પિટલ દ્વારા જે બીલ આપવામાં આવે છે તેની ત્રીજા ભાગની રકમ કલેઇમ તરીકે મંજૂર કરે છે. ભારતની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સ્ટાર તેના ગ્રાહકોના 80 થી 90 ટકા કલેઇમ મંજૂર કરતી હોવાનો દાવો કંપનીએ કર્યો છે. પરંતુ તેઓની ફરિયાદ હોસ્પિટલ સામે છે. પ્રતિ દર્દી 10 પીપીઇ કીટનો ખર્ચ રોજ બીલમાં આવે તે કઇ રીતે વીમા કંપની સ્વીકારી શકે. આ ઉપરાંત પ્રતિ વ્યકિત સીટી સ્કેનનો ખર્ચ પણ વધી ગયો છે. અમે એક દર્દી માટે વધુમાં વધુ બે વખત સીટી સ્કેનનો ખર્ચ મંજૂર કરી શકીએ છે. પરંતુ હોસ્પિટલ એક દર્દીને 4 થી પાંચ વાર સીટી સ્કેનમાં લઇ જઇ તે ખર્ચ બીલમાં ઉમેરે છે. જે હોસ્પિટલ માટે કદી પણ સ્વીકાર્ય બની શકે નહી.


Related News

Loading...
Advertisement