આજે રોકડા, કાલે ઉધાર : કોવિડના દર્દીઓને કેસલેશ સુવિધા આપવા હોસ્પિટલોનો ઇન્કાર

04 May 2021 05:47 PM
India
  • આજે રોકડા, કાલે ઉધાર : કોવિડના દર્દીઓને કેસલેશ સુવિધા આપવા હોસ્પિટલોનો ઇન્કાર

રીએમ્બેસમેન્ટમાં વિમા કંપનીઓ હોસ્પિટલના ખર્ચા કાપીને દર્દી પરનો બોજો વધારે છે

નવી દિલ્હી તા.4
મેડીકલેઇમમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલો સાથે વ્યવહારમાં વીમા કંપનીઓ કેશલેસ સુવિધા પૂરી પાડતી હોય છે. પરંતુ કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલે રોકડાનો જ ધંધો શરૂ કર્યો છે અને કેશલેસ સુિઋવધા ઉપલબ્ધ નહી હોવાનું જણાવીને દર્દીને એડવાન્સ રકમ ભરવાની ફરજપાડી હોવાની ફરિયાદ વિમા ઓથોરીટછી ખાનગી હોસ્ટિલો કહે છે કે કોવિડ સારવારમાં તેમને વધારાનો સ્ટાફ તથા સુવિધા ઉભી કરવી પડી છે અને તેમનું પેમેન્ટ તાત્કાલીક કરવુ પડે છે.

વિમા કંપનીઓ આ પ્રકારના કલેઇમ્મમાં કેસલેસ સુીસવધાનું પેમેન્ટ પણ લાંબા કરે છે. જેના કારણે અમે અમારા સ્ટાફનો ખર્ચ તાત્કાલીક ચુકવી શકતા નથી. અનેક વખત વીમા કંપનીઓ દર્દીઓના બીલ બાબત બાદમાં વિવાદ ઉઠાવે છે અને અમારા અન્ય પેમેન્ટમાંથી તે રકમ બાદ કરી લે છે.પણ વિમા કંપનીઓ અને દર્દીઓ વચ્ચે આ ટકરારમાં વીમો હોવા છતાં અનેક કેશલેસની સુવિધાનો સ્વીકાર કર્યો હોવા છતાં દર્દીને હોસ્પિટલમાં રોકડા ભરવા પડે છે અને તેનો પણ અંત આવતો નથી. જેના કારણે આર્થિક મોટો ફટકો પડે છે. વીમા કંપનીઓએ બાદમાં હોસ્પિટલના પૂરા બીલ પણ ચુકવતી નથી.


Related News

Loading...
Advertisement