બીબીએના વિદ્યાર્થી સહિત બે યુવાનો દારૂની બોટલો સાથે ઝબ્બે

04 May 2021 05:50 PM
Rajkot Crime
  • બીબીએના વિદ્યાર્થી સહિત બે યુવાનો દારૂની બોટલો સાથે ઝબ્બે

ન્યુ સુભાષનગર બગીચા પાસેથી

રાજકોટ તા. 4 : શહેરના ન્યુ સુભાષનગરના બગીચા પાસેથી એકટીવા સાથે નીકળેલા બીબીએના વિધાર્થી સહીત બે યુવાનોને દારુની બે બોટલો સાથે ક્રાઇમ બ્રાંચે દબોચી લીધા હતા. પોલીસે ગુનો નોંધી દારૂ કયાંથી લાવ્યા અને કોઇને આપવા જતા હતા કે કેમ ? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.વિસ્તૃત વિગત મુજબ ગઇકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.જે. જાડેજા અને તેમની ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન સાથેના એએસઆઇ રાજદીપસિંહ ગોહીલ અને જયેશભાઇ નીમાવતને બાતમી મળતા ન્યુ સુભાષનગરના બગીચા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે જીજે 03 કેઆર 648ર નંબરની એકટીવા પર નીકળેલા ગૌતમ રમેશ હરસોડા (ઉ.વ. 19 રહે. જસરાજનગર શેરી નં 3 મવડી) અને ભાગ્ય મનોજ ટોપીયા (ઉ.વ. ર1 રહે. ગોવીંદનગર કોઠારીયા મેઇન રોડ) ને અટકાવી ઝડપી લેતા રૂ.1000ની કિંમતની દારૂની બે બોટલો મળી આવી હતી. જેથી પોલીસે એકટીવા અને દારૂની બોટલો મળી રૂ.36 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસ પુછપરછમાં જાણવા મળેલ કે ગૌતમ એચ.એન. શુકલા કોલેજમાં બીબીએનો અભ્યાસ કરે છે. જયારે ભાગ્ય પાનની કેબીન ચલાવે છે. બંને યુવાનો દારૂ કોની પાસેથી લાવ્યા ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement