બિમારીથી કંટાળી વાલ્મિકીનગરના પ્રૌઢ ગૌતમ વાઘેલાએ ગળાફાંસો ખાઇ લીધો

04 May 2021 05:51 PM
Rajkot
  • બિમારીથી કંટાળી વાલ્મિકીનગરના પ્રૌઢ ગૌતમ વાઘેલાએ ગળાફાંસો ખાઇ લીધો

પ્રૌઢે રાત્રે 11 વાગ્યે પોતાના ઘરે પગલુ ભર્યુ, પરિવારને જાણ થતા સિવિલ હોસ્પિટલે ખસેડાયા, જયાં તબીબે મૃત જાહેર કરતા કલ્પાંત સર્જાયો

રાજકોટ તા. 4 : રાજકોટના જામનગર રોડ પર આવેલા શેઠનગરની પાછળ વાલ્મીકીનગરમાં રહેતા પ્રૌઢે ગઇકાલે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો લગાવી જીંદગી ટુકાવી લેતા યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
બનાવ અંગે મળતી વિગત મુજબ શહેરના શેઠનગર પાછળ આવેલા વાલ્મીકીનગરમાં રહેતા ગૌતમભાઇ ભાવજીભાઇ વાઘેલા (ઉ.વ. પ4) એ પગની બિમારીથી કંટાળી પોતાના ઘરે રાત્રે 11 વાગ્યા આસપાસ ગળાફાંસો લગાવી લીધો હતો. પરીવારના સભ્યોને જાણ થતા તુરંત ગૌતમભાઇને રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડયા હતા જયાં ફરજ પર રહેલા તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ દાફડા અન્ય સ્ટાફ સાથે હોસ્પીટલે દોડી આવ્યા હતા અને જરુરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પરીવારજનોના નિવેદન નોંધવા તજવીજ કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ દીકરા છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા વાઘેલા પરીવારમાં કલ્પાંત છવાયો છે.


Related News

Loading...
Advertisement