Rajkot:સપ્તાહમાં 55256, ટેસ્ટ-3446, કેસ-4607 દર્દીને રજા

04 May 2021 05:51 PM
Rajkot
  • Rajkot:સપ્તાહમાં 55256, ટેસ્ટ-3446, કેસ-4607 દર્દીને રજા

27 એપ્રિલે 10500 ટેસ્ટ થયા, તે બાદ સતત ઘટાડો : ગઇકાલે અઠવાડિયાના સૌથી ઓછા નિદાન

રાજકોટ, તા. 4
રાજકોટ મહાનગરમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે નિયંત્રણમાં આવે તેવી આશા વચ્ચે કોરોના ટેસ્ટ પણ ઓછા થઇ ગઇ છે. હવે શંકાસ્પદ લક્ષણવાળા દર્દીઓ જ ઓછા હોવાની શકયતા વચ્ચે અઠવાડિયામાં થયેલા 55 હજારથી વધુ ટેસ્ટમાં 3400થી વધુ પોઝીટીવ દર્દી મળ્યા છે તો 4600થી વધુ દર્દીને સ્વસ્થ થવા સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મ્યુનિ. કોર્પો. દ્વારા દરરોજ કરવામાં આવતા ટેસ્ટીંગના આંકડામાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે. બુથ ઉપર પણ લોકોની લાઇન ઓછી થઇ ગઇ છે અને અમુક બુથ પર તો સ્ટાફ રીતસર નવરો દેખાઇ રહ્યો છે. ગત તા.27 એપ્રિલના રોજ સૌથી વધુ 10500 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સપ્તાહમાં આ બાદ સતત કેસમાં ઘટાડો નોંધાય રહ્યો છે. તા.28ના 8535, તા.29ના 9028, તા. 30ના 7142 ટેસ્ટ હતા. આ બાદ ટેસ્ટ 7 હજાર અંદર આવ્યા છે અને ગઇકાલ તા. 3ના રોજ અઠવાડિયાના સૌથી ઓછા 6478 ટેસ્ટ થયા હતા.

આ સપ્તાહમાં તા.30ના રોજ સૌથી વધુ 621 પોઝીટીવ કેસ આવ્યા હતા અને તા.ર8ના રોજ સૌથી ઓછા 363, તા.3ના 397 નવા દર્દી નોંધાયા હતા. કુલ 55256 ટેસ્ટમાંથી 3446 દર્દી પોઝીટીવ આવવા સામે સપ્તાહમાં 4607 દર્દીને રજા પણ આપવામાં આવી છે. અઠવાડિયામાં સ્વસ્થ થયેલા દર્દીઓનો સૌથી મોટો આંકડો તા.30 એપ્રિલે 726 અને તા.29 એપ્રિલે 702 હતો. ગઇકાલ તા. 3ના રોજ વધુ 618 દર્દી કોરોના સારવાર લઇને ઘરે પરત ફર્યા હતા.


Related News

Loading...
Advertisement