સગીરા પર દુષ્કર્મના ગુનામાં પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીઓનો જામીન પર છૂટકારો

04 May 2021 05:52 PM
Rajkot Crime
  • સગીરા પર દુષ્કર્મના ગુનામાં પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીઓનો જામીન પર છૂટકારો

જામીન યુક્ત આરોપીઓ પર ગુનામાં મદદગારી કરવાનો આરોપ લાગ્યો છે

રાજકોટ તા.4
શહેરના થોરાળા પોલીસ મથકે વર્ષ 2016માં સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી તરીકે રાજુ ઉર્ફે લાલો મેરામભાઈ નેત્રા ગોહીલ તથા વિક્રમ ઉર્ફે વિપુલ બોઘા વસાણી તરીકે દર્શાવ્યા હતા. તા.13/6/2016ના રોજ આ ફરિયાદમાં પોકસોની કલમ પણ ઉમેરાઈ હતી. જેથી ગુનામાં મદદગારી કરવાના આરોપસર કાનજી ઉર્ફે કાનો વીરાભાઈ મીઠાપરા અને રેખાબેન કાનજીભાઈ ઉર્ફે કાનો મીઠાપરને પણ આરોપી બનાવાયા હતા. આ બન્ને આરોપીઓ પાંચ વર્ષથી ફરાર હતા. તા.17-4-21ના રોજ થોરાળા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યા હતા, ત્યારબાદ રેખાબેન અને કાનજીભાઈએ એડી. ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં જામીન અરજી કરી હતી, તેમના વકીલે કોર્ટમાં ધારદાર દલીલો કરતા કોર્ટે બન્ને આરોપીઓને જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો. બન્ને આરોપી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી પાર્થ પીઠડીયા, પ્રતિક રાજયગુરૂ, કરણસિંહ ડાભી, કુલદીપ રામાનુજ, દેવાંગ ભટ્ટ, મહીપાલ સબાડ, જયદેવ સેખડા અને જીજ્ઞેશ પંડયા રોકાયા હતા.


Related News

Loading...
Advertisement