રાજકોટ જેલમાં ન્હાવા બાબતે કેદીઓ બાખડી પડયા: એકને ઈજા પહોંચી

04 May 2021 05:53 PM
Rajkot Crime
  • રાજકોટ જેલમાં ન્હાવા બાબતે કેદીઓ બાખડી પડયા: એકને ઈજા પહોંચી

રાજકોટ તા.4
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે 2 કેદીઓ ન્હાવા બાબતે બાખડી પડતા છૂટા હાથની મારામારી થઈ હતી. જેમાં એક કેદીને ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ પોપટપરા ખાતે આવેલી રાજકોટ મધ્યસ્થ જેલમાં માનસિક કેદીઓની બેરેકમાં હત્યાના આરોપી જેન્તી રાઘવ (ઉ.વ.55) અને રોહીત બાબુ વચ્ચે માથાકુટ થઈ ગઈ હતી. બન્ને કેદીઓ ન્હાવા જવા બાબતે બાખડી પડયા હતા. કોણ પહેલા ન્હાવા માટે જશે એ બાબતે પ્રથમ બોલાચાલી થઈ હતી. બાદમાં ઉશ્કેરાયેલા કેદી રોહીત બાબુએ જેન્તી રાઘવને ઢોર માર માર્યો હતો. સાંજે 4 વાગ્યા આસપાસ બનેલી આ ઘટનાથી જેલ સ્ટાફ દોડી ગયો હતો અને ઝઘડો કરતા બન્ને કેદીઓને છોડાવ્યા હતા. મારામારીમાં જેન્તી રાઘવને હાથના અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હોવાથી તેને રાજકોટ સીવીલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પ્રદ્યુમનનગર પોલીસે બનાવ અંગે આગળની તજવીજ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement