બાનલેબ્સના મૌલેશ ઉકાણી : કોરોના મહાઆફતમાં ઝળહળતો સેવાનો સૂરજ

04 May 2021 05:59 PM
Rajkot
  • બાનલેબ્સના મૌલેશ ઉકાણી : કોરોના મહાઆફતમાં ઝળહળતો સેવાનો સૂરજ

જયારથી ભારતમાં કોવિડે પ્રવેશ કર્યો ત્યારથી આજ સુધી બાનલેબ્સ દ્વારા સેવા કાર્યો ચાલુ : ગળો ઘનવટી, સુદર્શન ઘનવટી, ગોલ્ડન મિલ્ક, ક્રકસ સ્પ્રે, ઓકસીજન સિલિન્ડર, બેડની વ્યવસ્થા, રોકડ સહાય, સહિતની સેવા : તેમણે એકલે હાથે 12 કરોડ કરતાં વધુનું દાન કર્યુ

રાજકોટ તા.4
જયારથી ભારતમાં કોરોના વાઇરસે પ્રવેશ કર્યો અને આજ સુધી કોરોનાથી બચવા ઇમ્યુનિટી વધારવાના ઔષધો સમાજમાં આપીને સેવા કાર્યોની સરિતા વહેડાવતા બાન લેબ્સના મૌલેશભાઇ ઉકાણી માનવ સેવાને જ પ્રભુસેવા માને છે. મૌલેશભાઇ દ્વારકાધીશના પરમભકત છે. તેમણે દ્વારકાધીશ-જગતમંદિરના ટ્રસ્ટમાં ટ્રસ્ટી પણ છે. તેઓ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ઉદાર અને મિલનસાર સ્વભાવના મૌલેશભાઇ ઉકાણીએ કોરોનાનો પ્રવેશ થયો ત્યારે લોકોના આરોગ્યની ચિંતા કરી અને તેમણે ઇમ્યુનિટી માટેના ઔષધો તૈયાર કરાવ્યા અને સમાજમાં લોકોને આપ્યા છે.

ગયા વર્ષે જ્યારે શરૂઆતમાં કોવિડનો હાહાકાર હતો ત્યારે તેમણે ગળો ઘનવટી (ગિલોય) અને મહાસુદર્શન ઘનવટીનું જબરદસ્ત વિતરણ કરાવ્યું હતું. મૌલેશભાઈએ કોરોનાકાળનાં પ્રથમ વેવમાં ઇમ્યુનિટી વધારવા લગભગ 73 લાખ જેટલી આયુર્વેદિક ટિકડીઓનું નિ:શુલ્ક વિતરણ કર્યું હતું. હવે એ આંકડો બે-ત્રણ કરોડને પાર કરી ગયો છે.તેમણે કુલ બે પ્રકારની ટેબ્લેટ્સનું વિતરણ કર્યું: ગિલોય (લીમડાની ગળો) ઘનવટી અને મહાસુદર્શન ઘનવટી. આયુર્વેદ તો આ બેઉ ઔષધને ઉત્તમ રોગપ્રતિકારક કહે જ છે, ભારત સરકારના આયુષ મંત્રાલયે પણ આ બેઉ દવાને શ્રેષ્ઠ રોગપ્રતિકારક અને શ્રેષ્ઠ દવા ગણાવ્યા છે.

કોરોનાકાળમાં એક ચર્ચા બહુ ચાલી: "શું સેવાનાં ફોટો ખેંચાવવા જરૂરી છે, શું મૌન રહી ને સેવા ન થઈ શકે?પાવલીની સેવા કરી ને સો રૂપિયાનો પ્રચાર કરતા લોકોની આપણે ત્યાં કમી નથી. આવા સમયે મૌલેશભાઈએ પોતાની આ અનોખી સેવાની એક સાદી પ્રેસનોટ પણ આપી નથી. કોરોના ફેલાયો ત્યારે એમને આ પ્રકારે લોકોની ઇમ્યુનિટી વધારવા માટે કામ કરવાનો વિચાર આવ્યો. બાન લેબ્સ આ દવાઓ બનાવતી નથી, તેમણે અન્ય એક કંપનીને કામગીરી સોંપી,રાજપીપળાના જંગલોમાંથી લીમડાની ગળો મેળવી અને મોટાપાયે ઉત્પાદન ચાલું કરાવ્યું. આ દવાનું તેમણે કોરોના વોરિયર્સને વિતરણ કર્યું.

લોકો વચ્ચે જેમને સતત રહેવું પડતું હોય, ચેપ લાગવાનું જોખમ સૌથી વધુ હોય, એવા લોકોને તેમણે બેય પ્રકારની ટેબ્લેટ્સ પહોંચાડી. પોલીસ વિભાગમાં, કલેકટર ઑફિસ, વિવિધ સરકારી વિભાગો, મીડિયા ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં પણ આ દવાઓ એમણે મોકલી અને પોતાની જવાબદારી નિભાવી.આ દવાઓ સસ્તી નથી. ગિલોય (ગળો)ના ગુણગાન એટલા ગવાય છે કે, તેનાં ભાવ આસમાને છે. વળી આ દવા સાદી ટીકડી નથી, ઘનવટી છે. મતલબ કે, એક્સ્ટ્રેક્ટ સ્વરૂપમાં. તેની અસર તીવ્ર હોય. બેય દવા વિશે આયુર્વેદમાં, અનેક ગ્રંથોમાં ખૂબ વર્ણન છે, તેનો મહિમા અપાર છે.

મૌલેશભાઈને વિચાર આવ્યો, અમલ કર્યો અને ઢંઢેરો પણ ન પીટયો, એ વાતનો મહિમા પણ કમ ન ગણાય. કોરોનાના બીજા રાઉન્ડમાં પણ તેમણે સેવાનો ધૂણો અખંડ રાખ્યો છે. એમાંની અતિવિશિષ્ટ પ્રોડકટ ગોલ્ડન મિલ્ક, ક્રકસ સુરક્ષા સ્પ્રે પણ તેમણે લોન્ચ કરી છે અને એ પણ તેઓ વિવિધ સેવાકાર્યોમાં, દર્દીઓ માટે ઉદારતાથી આપી રહ્યાં છે. આ ક્રક્સ (ઈિીડ્ઢ) સ્પ્રે એક અદભુત એન્ટી વાઇરલ પ્રોડક્ટ છે. માસ્ક પર બે પમ્પ કરી દો તો એ તમને સુરક્ષા આપે છે. રૂમાલ કે તકિયા પર છાંટી ને પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ક્રક્સ નામનાં તેમનાં કફ સીરપનાં અભૂતપૂર્વ પરિણામોથી તો આખું ભારત વાકેફ છે.

સુદર્શન ઘનવટી અને ગળો ઘનવટીનું તેમનું સેવાકાર્ય તો હજુ આજે પણ ચાલુ જ છે. વાત અહીંથી અટકતી નથી. કોઈ જરૂરિયાતમંદ કોરોના દર્દી આવે અને તેને સારવાર માટે જરૂર હોય તો તેનું હોસ્પિટલનું બિલ ચૂકવવામાં પણ તેઓ ખચકાતા નથી. ઓક્સિજન સિલિન્ડર હોય કે પછી બેડની વ્યવસ્થા...મૌલેશભાઈએ આ એકાદ વર્ષના ગાળામાં કોવિડ અંગેની વિવિધ સેવાઓ પાછળ કમ સે કમ બારેક કરોડ રૂપિયા ખર્ચી નાખ્યાં છે, ગુજરાતનાં અન્ય ગામોમાં પણ તેઓ સતત મદદ પહોંચાડતા સુધી વિવિધ કેમ્પોમાં પણ એમનું ગોલ્ડન મિલ્ક અપાયું છે.

ખરા અર્થમાં તેઓ કોરોના વોરિયર છે અને વન મેન આર્મી છે. સાવ મૌન રહીને અને દેખાડા કે તાયફા કર્યા વિના મૌલેશ ઉકાણીએ આ કપરા કાળમાં લગભગ 12 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. કરોડો રૂપિયાની કિંમતની ગળો ઘનવટી અને સુદર્શન ઘનવટી આપી છે, કોવિડ કેર સેન્ટર તથા આઈસોલેશન સેન્ટરમાં ગોલ્ડન મિલ્ક નિયમિત આપ્યું છે, અનેક લોકોને રોકડ સહાય કરી છે. ખરા અર્થમાં તેઓ વન-મેન આર્મી છે અને કોરોના સામેના મહાન યોદ્ધા છે.


Related News

Loading...
Advertisement