સાંજે જામનગરમાં રીલાયન્સ કોવિડ હોસ્પીટલનું ઉદઘાટન કરશે મુખ્યમંત્રી

04 May 2021 06:00 PM
Jamnagar Gujarat
  • સાંજે જામનગરમાં રીલાયન્સ કોવિડ હોસ્પીટલનું  ઉદઘાટન કરશે મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા આજે સાંજે 5.15 કલાકે જામનગર ખાતેની રિલાયન્સ કોવિડ હોસ્પીટલનું ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવશે.
આ પ્રસંગે જામનગર ખાતે કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પુનમબેન માડમ, જામનગરના મેયર જિલ્લા પંચાયત પ્રમુખ, કલેકટર, મ્યુનીસીપલ કમિશ્ર્નર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.


Related News

Loading...
Advertisement