કોરોનાકાળમાં મકાન-વ્યવસાયવેરોમાં વધુ રાહત આપો

04 May 2021 06:05 PM
Rajkot
  • કોરોનાકાળમાં મકાન-વ્યવસાયવેરોમાં વધુ રાહત આપો

પુરૂષ વેરેદારને 25%, મહિલાઓને 40% અને વેપારીઓને 50 ટકા રાહત આપવી જરૂરી : ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા કોર્પો.ના મેયર-સ્ટે. કમિટીના ચેરમેનને રજૂઆત

રાજકોટ તા. 4 :
કોરોનાકાળમાં મકાન-વ્યવસાયવેરાના દરોમાં રાહત આપવાની માંગણી ઉઠાવી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઇ વોરાએ જણાવેલ છે

કે કોરોના વાયરસની મહામારીના કહેરના પગલે આર્થીક વ્યવસ્થામાં ભંગાણ પડેલ છે. સમગ્ર દેશમાં મંદીનું વાતાવરણ છવાયેલ છે. આ સંજોગોને ધ્યાનમાં લઇ રાષ્ટ્રીય કક્ષાએ કે રાજય કક્ષાએ વેપાર ઉધોગ કે નાગરીકોને વેરારૂપે ભરવાના થતા નાણામાં નાણામંત્રી દ્વારા રાહત પેકેજ આપી મદદરૂપ થયેલ છે. પરંતુ સ્થાનીક કક્ષાની સંસ્થાઓ જેવી કે કોર્પોરેશન, સુધરાઇ કે પંચાયત દ્વારા ઉઘરાવાતા વેરાના દરોમાં કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવેલ નથી.

જે ટેકસ ભરનારને ખુબ જ મુશ્કેલી ઉત્પન્ન કરે છે. હાલના સંજોગોમાં રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા અન્ય સ્ત્રોતો જેવા કે કોર્પોરેશન હદમાં આવેલ જમીનો વેચાણ દ્વારા ખુબ જ મોટી આવક ઉભી કરવામાં આવેલ છે. ત્યારે શહેરી વિસ્તારમાં વસતાનાગરીકોને તથા નાના ધંધાર્થીઓ તથા એમએસએમઇ સેકટરના કારખાનેદારોને વેરામાં રાહતરુપ થવુ જરુરી છે.

આ અંગે રાજકોટમાં કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, કોર્પોરેશનના મેયર પ્રદીપ ડવ તથા કમીશ્નર સમક્ષ રજુઆત કરી જણાવેલ છે કે હાલમાં એડવાન્સ વેરો ભરનાર કરદાતાને પુરુષ કરદાતાને મકાન વેરાના બીલમાં 10 ટકા તથા સ્ત્રી કરદાતાને મકાન વેરાના બીલમાં 15 ટકા ડીસ્કાઉન્ટ આપી રાહત આપેલ છે. પરંતુ આ ડીસ્કાઉન્ટ પુરતા પ્રમાણમાં રહેતુ નથી. વેરાના દરમાં મહદઅંશનો ઘટાડો કરવો જરુરી છે.

મકાન વેરાના દરમાં પુરુષ વેરેદારને 25 ટકા તથા સ્ત્રી વેરેદારને 40 ટકા ડીસ્કાઉન્ટની રાહત આપવી જોઇએ તેમજ નાના વેપારી તથા એમએસએમઇ કક્ષાના કારખાનેદારના વેરામાં 50 ટકાના દરે રાહત આપવી જોઇએ. જેથી આ મહામારીના સમયમાં નાગરીકો તથા વેપાર ઉધોગના માલીકને મદદરુપ થઇ શકાય. તેમ ગ્રેટર ચેમ્બરના ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી તથા ખજાનચી અજીતસિંહ જાડેજા દ્વારા જણાવાયુ છે.


Related News

Loading...
Advertisement