રાજકોટના નિર્મળાબેન-ખુશ્બુબેન દાવડાએ બચત મુડીનો બ્લેન્ક ચેક કલેકટરને આપી દીધો

04 May 2021 06:07 PM
Rajkot
  • રાજકોટના નિર્મળાબેન-ખુશ્બુબેન દાવડાએ બચત મુડીનો બ્લેન્ક ચેક કલેકટરને આપી દીધો
  • રાજકોટના નિર્મળાબેન-ખુશ્બુબેન દાવડાએ બચત મુડીનો બ્લેન્ક ચેક કલેકટરને આપી દીધો

કોરોના સામે લડવા સાસુ વહુની અદભૂત પહેલ : સ્વ ખર્ચે જરૂરીયાતમંદોને મહિનામા 400 ઓકસીજનના સિલિન્ડરપહોંચાડયા : કલેકટરે ચેક ન સ્વીકારી સમાજ સેવા માટે અનાજ કરીયાણા અને દવાના વાઉચર આપ્યા

રાજકોટ તા.4
દેશ કોરોના મહામારી સામે જજુમી રહ્યું છે. દિવસ રાત ડોકટર, દર્દીઓના જીવ બચાવવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. લોકો આ મહામારી વધતા ઓકસીજનની અછતની સમસ્યાનો સામનો કરી રહી છે. ત્યારે આ આફતને પહોંચી વળવા અનેક સેવાકીય સંસ્થા, સેવાભાવીઓ મદદ અર્થે આગળ આવી માનવતા મહેકાવી રહ્યા છે. એવી બે સેવાભાવી મહિલાઓની અદભૂત સેવા સામે આવી છે.

રાજકોટના 69 વર્ષીય નિર્મૈળાબેન દાવડા અને તેમના પુત્રવધુ ખુશ્બુબેન છેલ્લા એક મહિનાથી જરૂરીયાતમંદોને વિનામુલ્યે સીલીન્ડર પહોંચાડી રહ્યા છે. આ સેવાકીય પ્રવૃતિ ઉપરાંત વધુ લોકોને મદદ પહોંચે તે માટે આર્થિક મદદની પહેલ સાસુ-વહુએ કરી છે. ગઇકાલે નિર્મળાબેન અને ખુશ્બુ દાવડા પોતાની બચત કરેલી મૂળી કલેકટર ઓફિસે આપવા પહોંચ્યા હતા. તેઓએ કલેકટરને બ્લેન્ક ચેક આપ્યો હતો અને કહ્યું હતું કે લો આ બ્લેન્ક ચેક અને તમે રકમ લખી નાખો.

આ શબ્દો સાંભળી કલેકટર રેમ્યા મોહન ચકીત રહી ગયાને બંને મહિલાઓના સાહસને બિરદાવી હતી. કલેકટર રેમ્યા મોહને તેઓની સેવાકીય પ્રવૃતિઓની જાણકારી મેળવતા ખૂબ પ્રભાવીત થયા હતા. નિર્મળાબેન અને ખુશ્બુબેને આપેલ બ્લેન્ક ચેક કલેકટરે પરત આપ્યો અને જણાવ્યું કે આ રકમ તમે વધુ લોકોની મદદ અર્થે ઉપયોગ કરો અને આ સાથે કલેકટરે બંનેને રૂા.1500ના એક હજાર રાશનના વાઉચર અને રૂા.1000ની કિંમતના 50 મેડીકલ વાઉચર આપ્યા હતા.

આ વાઉચર જરૂરીયાતમંદોને આપી શકે જેમાં રૂા.1500 રાશનના વાઉચરમાં કોઇપણ જરૂરીયાતમંદ અનાજ કરીયાણુ ખરીદી શકે છે અને રૂા.1000ના વાઉચરથી દવા વિનામુલ્યે મેળવી શકશે. આ ઉપરાંત કલેકટર રેમ્યા મોહને વધુ મદદ માટે આશ્ર્વાસન આપ્યુ હતું. હાલની મહામારીના સમયમાં આ બંને મહિલાઓએ નારી શકિતનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. 1પ દિવસમાં અંદાજે 400થી વધુ ઓકસીજન સીલેન્ડર જરૂરીયાતમંદોને પહોંચાડી ચુકયા છે.

નિર્મળાબેનને સેવાકીય પ્રવૃતિ દરમ્યાન કોરોના સંક્રમીત થઇ ચુકયા છે. પરંતુ હાર ન માની અને કોરોનાને મ્હાત આપી ફરી પોતાની સેવા ફરજમાં લાગી ગયા, ખુશ્બુનેને નક્કી કરેલ કે જે લોકો દવા ખરીદી નથી શકતા તેઓને મદદ પહોંચાડશે. વોટસઅપ પર મેસેજ વાયરલ થયાને થોડા જ સમયમાં અનેક લોકોની મદદ માટે મેસેજ આવવા લાગ્યા હતા. ખુશ્બુબેને કોઇપણ જાતની ભેદભાવ વિના તમામ લોકોને દવા પહોંચાડી હતી. નિર્મળાબેન અને ખુશ્બુબેનને તેના આ અદભૂતકાર્યમાં તેમના પરિવારનો ખૂબ સહકાર મળ્યો. ખુશ્બુના પતિ આકાશભાઇ તેમજ અન્ય 22 સભ્યોની ટીમ આ સેવાકાર્ય કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement