અગ્રણી પમ્પ ઉત્પાદન કંપની ફાલ્કન પમ્પસ રોજગારી આપશે

04 May 2021 06:13 PM
Rajkot
  • અગ્રણી પમ્પ ઉત્પાદન કંપની ફાલ્કન પમ્પસ રોજગારી આપશે

કંપનીમાં કામ કરતા સ્ટાફ/વર્કરના પરિવારના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય

રાજકોટ તા. 4 :
જાણીતા પમ્પ ઉત્પાદક ફાલ્કન પમ્પસ પ્રા. લી.-રાજકોટ એ કોરોનાની મહામારીમાં બેરોજગારોને મદદરૂપ થવા માટે અનેરી પહેલ કરી છે. રાજકોટના વાવડી ખાતે આવેલા પંપ યુનિટમાં કાયમી હેલ્પર, ફીટર, વાઇન્ડરની (આશરે 100 લોકો) જગ્યા તાત્કાલીક ધોરણે ભરવાની જાહેરાત કરી છે.

કોરોનાને કારણે કોઇ પરિવારમાં કમાણી કરનાર જવાબદાર વ્યકિતનું અવસાન થયેલ હોય અને તેમના પરિવારને સન્માન અને સ્વાભિમાન સાથે જીવન નિર્વાહ માટે કામની જરૂર હોય છે. આવા કોઇ પણ પરિવારના 18 વર્ષથી વધુ ઉંમરના દિકરાને ફાલ્કન પમ્પસ પ્રા. લી. કંપનીમાં કામ આપી સામાજીક જવાબદારી નિભાવશે.

હેલ્પરને પ્રતિદિન રૂ.380 જયારે અનુભવ, આવડતને અભ્યાસ સાથેના કારીગરને પ્રતીદીન રૂ.400 થી 550 સુધીનું રોજ ચુકવવામાં આવે છે. આ ઉપરાંત કંપનીની કેન્ટીનમાં જમવાની, કંપનીની કોલોનીમાં રહેવાની તથા બોનસ, ગ્રેચ્યુઇટી, ફેકટરીમાં ડોકટરની સુવિધા અને કોરોનાનું વીમા કવચ પણ આપવામાં આવે છે.ઇન્ટર્નશીપ (6 મહીના) માટે ફીલ્ડવર્ક કરવાનું રહેશે. દર મહીને રૂ.10000 પગાર ફીકસ આપવામાં આવશે. રૂબરૂ ઇન્ટરવ્યુ માટે બપોરે 3 થી 5 આવવાનું રહેશે.


Related News

Loading...
Advertisement