બાબરાના પૂર્વ ધારાસભ્ય-ભાજપ આગેવાન વાલજીભાઇ ખોખરીયા કોરોના સામેનો જંગ હાર્યા

04 May 2021 06:14 PM
Amreli
  • બાબરાના પૂર્વ ધારાસભ્ય-ભાજપ આગેવાન વાલજીભાઇ ખોખરીયા કોરોના સામેનો જંગ હાર્યા

અમરેલી તા.4
અમરેલી જિલ્લાના બાબરાના પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયાનું આજે કોરના સામે લડાઈ હારી જતાં તેમનું નિધન થયેલ છે. સ્વ.ખોખરીયા છેલ્લા 40 વરસથી રાજકીય જાહેર જીવનમાં વ્યસ્ત રહી લોકોની સેવામાં દોડતા વાલજીમામાની સ્ફૂર્તિ યુવાને ને શરમાવે તેવી હતી. નિયમિત કસરત યોગ અને પ્રાણાયામ તેમજ આહાર વિહારનુ પૂરતું ધ્યાન રાખતા હતા. બાબરાના પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા ખબુજ નાની વયે જાહેર જીવનની રાજનીતિમાં પ્રવેશ કરી જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા. ત્યાર બાદ સતત તેઓ પોતાના આગવા સ્વભાવ અને લોકસંપર્ક થી ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિના બે ટર્મ ચેરમેન, તેમજ અમરેલી જિલ્લા જમીન વિકાસ બેંકના ડિરેક્ટર,જિલ્લા ખરીદ સંઘમાં ઉપ પ્રમુખ બાબરા તાલુકા ખરીદ સંઘમાં પ્રમુખ, તેમજ બાબરા,વડિયા કુકાવાવના ધારાસભ્ય તરીકે વિસ્તારની લોક સેવા કરી ચુક્યા હતા. બાબરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને મામાના હુલામણા નામ થી લોક હૈયે અને લોક જીભે વસેલા વાલજીભાઈ ખોખરીયાના નિધન થી બાબરામાં શોકનો માહોલ ઊભો થયો છે.


Loading...
Advertisement