આજથી ભારતમાં કોરોના પીકનો પ્રારંભ: દૈનિક કેસ 3.4 લાખથી 4 લાખ સુધી રહેશે

04 May 2021 06:15 PM
India Top News
  • આજથી ભારતમાં કોરોના પીકનો પ્રારંભ: દૈનિક કેસ 3.4 લાખથી 4 લાખ સુધી રહેશે

ઓકટો. સુધીમાં 40%ને વેકસીનેશન જરૂરી : તા.14-18 મે વચ્ચે 38થી48 લાખ એકટીવ કેસ ઝડપી વેકસીનેશન- કોરોનાનું પ્રોટોકોલ પાલન થાય તો ત્રીજી લહેર ઘાતકી નહી હોય

નવી દિલ્હી: ભારત માટે આગામી 10 દિવસ હવે મહત્વના છે. કોરોના સંક્રમણમાં ગણીત મોડેલ પર કામ કરી રહેલા નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આજે ભારતમાં કોરોનાનું પીક આવી શકે છે અને આગામી તા.14-18 મે સુધી એ પીક પર દેશમાં કોરોનાના કુલ એકટીવ કેસ 40 લાખ સુધી પહોંચી શકે છે. ભારતમાં કોરોનાના 7 દિવસની એવરેજ પર 4 લાખ કેસ દૈનિક ધોરણે નોંધાય એટલે તે પીક ગણી શકાશે અને આ સ્થિતિ આજે જ થઈ શકે છે અને કોરોનાના એક જ સમયે એકટીવ કેસ 40 લાખ હોઈ શકે છે. આ મેથેમેટીકલ મોડેલમાંથી મળેલી માહિતી મુજબ તા.4થી8 મે વચ્ચે દેશમાં 3-4 લાખથી 4-4 લાખ વચ્ચે કેસ નોંધાઈ શકે છે અને એકટીવ કેસ 38-48 સુધી હોઈ શકે છે જે તા.14થી18 મે વચ્ચે હશે અને ત્યારબાદ કોરોનાના કેસ ઘટવા લાગશે. આ સમયે વેકસીનેશનની ઝડપ વધારવી પડશે એટલું જ નહી કેસ ઘટે એટલે લોકો ફરી બેદરકાર બને તો ત્રીજી લહેર વહેલી પણ આવી શકે છે. જો દેશમાં ઓકટોબર સુધીમાં 40% લોકોને વેકસીન અપાઈ જાય તો અને એક વિશાળ વર્ગ હાલ સંક્રમીત થઈ ચૂકયા છે તેથી દેશના 60-70 ટકા લોકોમાં એન્ટીબોડી બની જશે અને પછી ત્રીજી લહેર આવે તો પણ તે હાલ જેવી ઘાતકી અને વધુ લોકોને સંક્રમીત કરનારી હોઈ શકે નહી. આ અંગે કાનપુર આઈઆઈટીના મહીન્દ્રા અગ્રવાલ સ્થિત બે વૈજ્ઞાનિક માધુરી કાનીટકર જેમાં ઈન્ટીગ્રેટેડ ડીફેન્સ સ્ટાફના ડેપ્યુટી ચીફ છે અને આઈઆઈટી હૈદરાબાદના શ્રી એમ.વિદ્યાસાગર જેઓ કોરોનાની ‘સૂત્ર’ મોડેલ પર કામ કરી રહ્યા છે અને સરકારને પણ ફીડબેક આપી રહ્યા છે. આપણે બીજા વેવ અંગે અગાઉ ચોકકસ માંગણી કરી શકયા નહી પણ હવે ભવિષ્યની સ્થિતિ અંગે વધુ સારી રીતે જાણી શકીએ છીએ. તેઓએ એપ્રીલનું જે ભવિષ્ય ભાખ્યુ હતું તેમાં ખોટા પડયા છે.


Related News

Loading...
Advertisement