બિહારમાં હાઈકોર્ટની ચેતવણી પછી રાજય સરકાર એકશનમાં: તા.15 મે સુધી લોકડાઉન

04 May 2021 06:17 PM
India
  • બિહારમાં હાઈકોર્ટની ચેતવણી પછી રાજય સરકાર એકશનમાં: તા.15 મે સુધી લોકડાઉન

નિતીશ સરકારે કોરોના સંક્રમણ ડામવા આખરે કડવી ગોળી ખાધી

પટણા તા.4
બિહારમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ કોઈ સુધારો દેખાયો નથી અને લગાતાર વધી રહેલા પોઝીટીવ કેસને જોતા રાજય સરકારે 15 મે સુધી રાજયમાં લોકડાઉન લાદવાની જાહેરાત કરી છે અને તેના નિયમો સાંજ સુધીમાં જાહેર કરી દેવાશે. ગઈકાલે જ પટણા હાઈકોર્ટે રાજયમાં જે રીતે સ્થિતિ છે તે જોતા લોકડાઉન લગાવવા માંગે છે કે કેમ તે અંગે રાજય સરકારને વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું અને એવી પણ ચીમકી આપી હતી કે રાજય સરકાર નિર્ણય નહી લે તો અદાલત લોકડાઉન માટે આદેશ આપી શકે છે. બિહારમાં ઓકસીજનની પણ તંગી છે અને કેન્દ્ર જે જથ્થો પુરો પાડે છે તે પણ પુરેપુરો ઉપાડી શકતી નથી. રાજયમાં સોમવારે જ કોરોનાના કારણે પટણામાં 42 સહિત 174 લોકોના મૃત્યુ થયા હતા અને કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે તે જોતા રાજય સરકારે 15 મે સુધી લોકડાઉન લાદવા જાહેરાત કરી છે.


Related News

Loading...
Advertisement