ચીનનું 21 ટનનું રોકેટ અંકુશ બહાર: ગમે ત્યાં ખાબકશે

04 May 2021 06:19 PM
World
  • ચીનનું 21 ટનનું રોકેટ અંકુશ બહાર: ગમે ત્યાં ખાબકશે

ન્યુયોર્ક સહિતના શહેરો પર ખતરો: જો કે હવામાં સળગી ઉઠે તેવી પણ શકયતા

ચીનના લોંગ માર્ચ પાંચ બી રોકેટ અંતરીક્ષમાં અંકુશ બહાર થઈ ગયું છે અને તે પ્રતિ સેક્ધડ ચાર માઈલની ગતિએ ધરતી પર આવી રહ્યું છે અને તેથી તે પૃથ્વી પર ગમે ત્યાં ખાબકશે. હાલની સ્થિતિ મુજબ આ રોકેટ ન્યુયોર્ક, મેડ્રીક કે પેઈચીંગ શહેરમાં ત્રાટકી શકે છે અને જો તે ભરચકક વિસ્તારમા ત્રાટકશે તો 20 હજારથી વધુ લોકોના મૃત્યુ થઈ શકે છે. અંતરીક્ષમાં અમેરિકાની બરોબરી કરવા જઈ રહેલા ચીનનું આ 21 ટનનું રોકેટ તેના ભૂમિ નિયંત્રણથી અલગ થઈ ગયું છે. વિશેષજ્ઞ માને છે કે રોકેટ પૃથ્વી પર ખાબકશે અને ખાનાખરાબી કરી શકે છે. જો કે હજુ ચોકકસ કઈ જગ્યાએ પડશે તે નકકી નથી પણ નિષ્ણાંતો માને છે કે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગી ઉઠે તેવી શકયતા છે. આ રોકેટનો મુખ્ય હિસ્સો 100 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે અને પૃથ્વી પર તેનો સળગેલો કાટમાળ જ ખાબકી શકે છે જો કે તે પહેલા જ અમેરિકા આ રોકેટને હવામાં ઉડાવી દેશે તેવું મનાય છે.


Related News

Loading...
Advertisement