કોરોનાગ્રસ્તોની સહાયમાં બોલીવુડની કંજુસાઈ હોલીવુડનાં સ્ટાર્સે રૂા.7 કરોડનું દાન કર્યુ

04 May 2021 06:24 PM
Entertainment
  • કોરોનાગ્રસ્તોની સહાયમાં બોલીવુડની કંજુસાઈ હોલીવુડનાં સ્ટાર્સે રૂા.7 કરોડનું દાન કર્યુ

હોલીવુડ સ્ટાર્સ વિલ સ્મિથ, જેમી કર્નલિયા સહિતનાનું કરોડોનું દાન : કરોડો કમાતા બોલીવુડ સ્ટાર્સના દાન લાખના આંકડામાં : લતા મંગેશકરે રૂા.7 લાખ, ઋત્વિકે રૂા.11 લાખનું દાન કર્યુ!

મુંબઈ: કોરોના વાયરસની બીજી લહેરને જોતા હવે બોલીવુડ સેલીબ્રીટીઓએ પોત પોતાની રીતે મદદ આપવી શરૂ કરી દીધી છે અનેક બોલીવુડ સ્ટાર્સ બાદ ઋત્વિક રોશને પણ લગભગ 15 હજાર ડોલર લગભગ 11 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યુ છે. હવે કોરોનાગ્રસ્તોનીવહારે અનેક હોલીવુડ સ્ટાર્સ પણ સામેલ થયા છે. લેખક જય શેટ્ટીએ સોશ્યલ મિડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં જણાવાયું છે કે ઋત્વિક રોશનની સાથે હોલીવુડ સ્ટાર્સ શોન મેડેસ, વિલ સ્મીથ, જેમી કર્ન લીમા, બ્રેન્ડન બુચર્ડે કુલ મળીને રૂા.3.68 મિલિયન ડોલર (લગભગ 27 કરોડ રૂપિયાની) સહાયતા રકમ દાન કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બોલીવુડની સેલિબ્રિટીઓ-સલમાનખાન, અક્ષયકુમાર, સોનુસુદે કોરોના અસરગ્રસ્તોની મદદે આવ્યા છે તો પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનસ સાથે લંડનમાં જ 4 કરોડ રૂપિયાનું ફંડ સોશ્યલ મિડીયાથી એકઠુ કર્યું હતું. આ ફંડનો ઉપયોગ ઓકિસજન સપ્લાય, કોવિડ કેર સેન્ટર અને વેકિસનેશનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના ગ્રસ્તોની સહાય માટે હોલીવુડની તુલનામાં બોલીવુડ કંજુસ રહ્યું છે.


Related News

Loading...
Advertisement