કોરોના મૃતકની અંતિમ યાત્રામાં આવનાર ડાઘુને મફત ભોજન

04 May 2021 06:25 PM
Rajkot
  • કોરોના મૃતકની અંતિમ યાત્રામાં આવનાર ડાઘુને મફત ભોજન

હૈદરાબાદ તા.4
કર્ણાટકમાં ભાજપના એક ધારાસભ્ય એસ.આર. વિશ્ર્વનાથને લોકો સમક્ષ કોરોના સંક્રમીતો માટે અનેક રાહત ઓફર કરી છે. તેમણે પોતે સ્મશાન પાસે એક હોર્ડીંગ મૂકયુ હતું અને તેમાં લખ્યું હતું કે જો કોરોના સંક્રમીતની અંતિમયાત્રામાં સામેલ થાય છે તેઓને અંતિમ યાત્રા પુરી થયા બાદ મફત ભોજન અને ચા-પાણી અપાય છે. તેમનો સંદેશ વાયરલ થતા જબરી રમુજ પ્રસરી ગઈ હતી તેમણે આ હોર્ડીંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાની તસ્વીર પણ મુકી હતી પરંતુ ભારે ટીકા થતા તેમણે આ હોર્ડીંગ હટાવી લીધું હતું.


Related News

Loading...
Advertisement