મુંબઈમાં કોઈ બેન્ડેડ લેવા તો કોઈ વડાપાઉ ખાવા લોકડાઉનનો ભંગ કરે છે

04 May 2021 06:28 PM
India
  • મુંબઈમાં કોઈ બેન્ડેડ લેવા તો કોઈ વડાપાઉ ખાવા લોકડાઉનનો ભંગ કરે છે

મુંબઈ તા.4
દેશમાં વ્યાપારી પાટનગર મુંબઈમાં લોકડાઉનની સ્થિતિ છે અને લોકોએ ઘરની બહાર નીકળવા માટે પણ ઓનલાઈન પાસ મેળવવા પડે છે અને આ ઈ પાસમાં કારણ પણ બતાવવું પડે છે તે વચ્ચે મુંબઈ પોલીસએ આ પ્રકારના પાસ ડાઉનલોડ કરીને નીકળતા લોકો કેવા કેવા બહાના કાઢે છે તે અંગે પણ રમુજી વાત જાહેર કરી છે. એક વ્યક્તિએ ઈ પાસમાં પોતે મેડીકલ ઈમરજન્સી હોવાથી બહાર નીકળ્યો હતો તેવું જણાવ્યું પણ જયારે મેડીકલ ઈમરજન્સીનું કારણ પૂછાયું તો તેણે કહ્યું કે તેણે બેઈન્ડેડની જરૂર હતી તો બીજા એક વ્યક્તિએ ભૂખ લાગી હોવાથી વડાપાઉ ખાવા બહાર નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. મુંબઈ પોલીસે આવી કેટલીક રમુજી પોસ્ટ વાઈરલ કરી છે અને લોકોને કોરોના સામે સાવધ રહેવા માટે પણ અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement