વરરાજાને બે ના પહાડા ન આવતા દુલ્હને લગ્ન રદ કર્યા

04 May 2021 06:29 PM
India
  • વરરાજાને બે ના પહાડા ન આવતા દુલ્હને લગ્ન રદ કર્યા

લખનઉ તા.4
ઉતરપ્રદેશમાં એક રસપ્રદ ઘટનામાં જાનને એટલા માટે લીલા તોરણે પાછુ જવુ પડયું હતું કે દુલ્હાને બે ના પહાડા આવડતા ન હતા. રાજયના મહોબા માં આ ઘટના બની હતી. જેમાં એક યુવતીના લગ્ન અભણ સાથે ફરજીયાત કરાવવા તેના કુટુંબીજનોએ પ્રયત્ન કર્યો હતો અને જાન પણ આવી ગઈ હતી. પરંતુ દુલ્હને તમામની વચ્ચે વરરાજા જો બે પહાડા યોગ્ય રીતે બોલી ન શકતા લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. દુલ્હને કહ્યું હતું કે જો તુ બેના પહાડા યોગ્ય રીતે બોલી શક તો જ હું વરમાળા પહેરાવીશ. વરરાજા આ સમયે સ્ટેજ પર મલકાતો મલકાતો લગ્ન કરવા પહોંચ્યો હતો પરંતુ તે ભણેલો ન હતો અને બે ના પહાડા બોલી ન શકતા તેને સાથે લગ્ન કરવાનો ઈન્કાર કર્યો. વિવાદ વધતા પોલીસ આવી હતી પોલીસ પણ આ શરત સામે લાચાર બની ગઈ અને જાનને લીલા તોરણે પાછુ જવુ પડયું હતું.


Related News

Loading...
Advertisement