બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતનું ટવીટર એકાઉન્ટ સસ્પેન્ડ

04 May 2021 06:31 PM
Entertainment
  • બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતનું ટવીટર એકાઉન્ટ સસ્પેન્ડ

પશ્ચીમ બંગાળમાં હિંસા અંગે વિવાદાસ્પદ ટવીટ કર્યા હોવાનું મનાય છે: ટવીટરે એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું

નવી દિલ્હી તા.4
બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતનું ટવીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના કટ્ટર સમર્થક ગણાતી અભિનેત્રી અનેક વખત વિવાદાસ્પદ ટવીટ કરી ચૂકી છે અને માનવામાં આવે છે કે તેણે હાલમાં પશ્ર્ચિમ બંગાળની ચૂંટણી અંગે કેટલાક ટવીટ કર્યા હતા. ખાસ કરીને પશ્ર્ચિમ બંગાળમાં જે હિંસા ચાલુ છે તે સંબંધમાં તેણે રાજયમાં રાષ્ટ્રપતિ શાસનની પણ માંગણી કરી હતી અને ઉશ્કેરણીજનક શબ્દો લખ્યા હોવાનું મનાય છે અને આથી તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું હોય તેવી પણ શકયતા છે. કંગના પર ટવીટરના જે નિયમો છે તેનું પાલન નહી કરવાનો આરોપ છે. અગાઉ પણ કંગના તેના ટવીટર હેન્ડલ પર અનેક લોકો સાથે ટકકરમાં આવી ચૂકી છે.


Related News

Loading...
Advertisement