આ દેશનું શાસન કોણ ચલાવે છે: બત્રા હોસ્પીટલના વડાનો આક્રોશ

04 May 2021 06:31 PM
India
  • આ દેશનું શાસન કોણ ચલાવે છે: બત્રા હોસ્પીટલના વડાનો આક્રોશ

નવી દિલ્હી તા.4
દેશમાં કોરોના સંક્રમણના કારણે ઓકસીજનની જે તંગી છે તેમાં ગઈકાલે જ કર્ણાટકમાં 24 લોકો ઓકસીજનના અભાવે મૃત્યુ પામ્યા અને તે અગાઉ દિલ્હીની બત્રા હોસ્પીટલમાં 12 લોકો ઓકસીજનના અભાવે તરફડીને મરી ગયા હતા. આ સમયે બત્રા હોસ્પીટલના મેડીકલ ડીરેકટર ડો. એચ.સી.એલ. ગુપ્તાએ એક મુલાકાતમાં જણાવ્યું કે મે મારા જીવનની સૌથી કરુણ સ્થિતિ હાલમાં જોઈ છે. તમારે દર્દીઓ માટે ઓકસીજન, દવાઓ અને બેડ જોઈએ છીએ પરંતુ કાંઈ ઉપલબ્ધ નથી. આ માટે કોણ જવાબદાર છે. ન્યાયતંત્ર કે સરકાર આ દેશ કોણ ચલાવી રહ્યું છે તે મને સમજાતું નથી. આપણી સરકાર 14 મહિનાથી શું કરતી હતી તમે ઓકસીજન મોકલો તો પણ ત્યાં સ્ટોરેજની વ્યવસ્થા નથી. તેમણે કહ્યું કે દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ભાગ્યે જ કંઈ થયું છે.


Related News

Loading...
Advertisement