કોરોના કાબુમાં લેવા 15 દિવસનું લોકડાઉન અમલમાં મુકવા રામજી માવાણીની માંગ

04 May 2021 06:43 PM
Rajkot
  • કોરોના કાબુમાં લેવા 15 દિવસનું લોકડાઉન અમલમાં મુકવા રામજી માવાણીની માંગ

રાજકોટ તા.4
સમાજ સેવક અને પીઠ કિસાન અગ્રણી અને માજી સાંસદ રામજીભાઈ માવાણીએ આજરોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાત રાજયમાં 15 દિવસનું સખ્ત લોકડાઉન લાદી દેવા રજૂઆત કરી છે. તેઓએ વધુમાં જણાવેલ છે કે, ગુજરાત રાજયના 29 શહેરોમાં લાદવામાં આવેલો રાત્રી કર્ફયુ નિષ્ફળ રહ્યો છે. ગુજરાત રાજયમાં કોરોના કાબુમાં લેવાના સરકારના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો-પગલાઓ અને નિર્ણયો આવકારદાયક છે. પરંતુ કુદરતનો પ્રકોપ આપણા રાજય અને રાજયોમાં કાબુમાં લઈ શકતો નથી. લાખો દર્દીઓને સારવાર માટે પથારીઓ મળતી નથી. ઓકસીજનના અભાવે નાગરીકો મૃત્યુ પામે છે. કોરોના યોદ્ધા એવા મેડીકલ ક્ષેત્રનો સ્ટાફ ટાંચા સાધનોને કારણે દર્દીઓને બચાવી શકતો નથી. સ્મશાનમાં લાકડાઓ ઘટી રહ્યા છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણની સાંકળ તોડવા લોકડાઉન અંતિમ અને અનિવાર્ય ઉપચાર છે.


Related News

Loading...
Advertisement