અન્ય રાજ્યમાંથી આવતા દરેક વ્યક્તિને RT-PCR નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા બાદ જ અમદાવાદમાં પ્રવેશ અપાશે

04 May 2021 09:53 PM
Ahmedabad Gujarat
  • અન્ય રાજ્યમાંથી આવતા દરેક વ્યક્તિને RT-PCR નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા બાદ જ અમદાવાદમાં પ્રવેશ અપાશે

હાઈકોર્ટના સૂચન બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ નવા નિર્ણય અંગે જાહેરાત કરી, RT-PCR ટેસ્ટ 72 કલાકની અંદરનો હોવો જરૂરી

અમદાવાદ:
અન્ય રાજ્યમાંથી આવતા દરેક વ્યક્તિને કોરોનાનો આરટી - પીસીઆર નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યા બાદ જ અમદાવાદમાં પ્રવેશ અપાશે. આજે હાઈકોર્ટના સૂચન બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ નવા નિર્ણય અંગે જાહેરાત કરી છે. આરટી - પીસીઆર ટેસ્ટ 72 કલાકની અંદરનો હોવો એ પણ જરૂરી છે.

અમદાવાદ મહાનગર પાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોવિડ - ૧૯ ના કેસોનો વ્યાપ ન વધે તે માટે તકેદારીના ભાગ રૂપે અન્ય રાજ્યોમાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ વ્યકિતઓએ છેલ્લા ૭૨ કલાકમાં આરટી - પીસીઆર ટેસ્ટ કરાવેલો હોય અને તે નેગેટીવ હોય તેને જ પ્રવેશ મળવાપાત્ર થશે અને અન્ય રાજયોમાંથી અમદાવાદમાં પ્રવેશ માટે આવતા તમામ વ્યકિતઓનું સ્ક્રીનિંગ ફરજિયાત પણે કરવાનું રહેશે. તે મુજબ નો હુકમ તા.૨૭.૦૩.૨૦૩
૨૧ના રોજ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ એએમસી દ્વારા તા.૫.૪.૨૦૨૧ ના રોજ શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે આરટી - પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે નહીં તે મુજબનો નિર્ણય સરકારના ઉચ્ચ અધિકારીઓના પરામર્શમાં રહીને કરવામાં આવ્યો હતો. પરંતુ આજ રોજ હાઇકોર્ટ દ્વારા આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી તેમજ ગુજરાત સરકારના તા.૨૭.૦૩.૨૦૨૧ના પરિપત્ર મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વ્યકિતઓએ છેલ્લા ૭૨ કલાકમાં આરટી - પીસીઆર ટેસ્ટ કરાવેલો હોય અને તે નેગેટીવ હોય તેને જ પ્રવેશ મળવાપાત્ર થશે, જેનો અમલ કરવા સૂચના આપવામાં આવી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.૦૫.૦૪.૨૦૨૧ નો નિર્ણય રદબાત્તલ કરવામાં આવ્યો છે અને તા.૨૭.૦૩.૨૦૨૧ ના સરકારના હુકમનો પાલન કરવામાં આવશે. જેથી હવે આરટી - પીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તો જ અન્ય રાજ્યમાંથી આવતા લોકોને અમદાવાદમાં પ્રવેશ મળશે.


Related News

Loading...
Advertisement