જસદણ વિંછીયાની મુલાકાતે પ્રશાંતભાઇ કોરાટ

05 May 2021 09:57 AM
Jasdan
  • જસદણ વિંછીયાની મુલાકાતે પ્રશાંતભાઇ કોરાટ

જસદણ વીંછીયા ની શુભેચ્છા મુલાકાત પ્રશાંતભાઈ કોરાટે લીધી હતી જેમાં તેઓ વીંછીયા થઈ જસદણ શ્રી જયતાબાપુ ની સમાધિ દર્શન કરી બાજુ માં આવેલ કોવિડ સેન્ટર ની મુલાકાત લઈ કોવિડ સેન્ટર ના સૌ સેવાભાવિ વ્યક્તિઓને મળ્યા અને પરિસ્થિતિ જાણી..કોવિડ સેન્ટર માં ડો. કોટડિયા અને ડો. સાવલિયા સાથે વિવિધ કોરોનાલક્ષી ચર્ચા કર્યા બાદ પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઈ તેમજ નરેશભાઈ દરેડ અને વિવિધ સમાજ સેવકો ની મુલાકાત કરી હતી અને જસદણ યુવા ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ દ્વારા તમામ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement