જસદણનાં આંબરડી ગામમાં કોરોનાનો કાળો કેર : 1પ દિવસમાં 49ના મોતથી સન્નાટો

05 May 2021 11:03 AM
Jasdan
  • જસદણનાં આંબરડી ગામમાં કોરોનાનો કાળો
કેર : 1પ દિવસમાં 49ના મોતથી સન્નાટો

ગામમાં ઘરે-ઘરે દર્દીઓના ઢગલા :300થી વધુ દર્દીઓ


(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.5
જસદણ તાલુકાના છેવાડાના આંબરડી ગામમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. છેલ્લા પંદર દિવસમાં અંદાજે 49 થી વધારે લોકોના મોત નિપજ્યા છે.
આ અંગેની વિગતો મુજબ જસદણ તાલુકાનું અંદાજે પાંચ હજારની વસ્તી ધરાવતું છેવાડાનું આંબરડી ગામ કોરોના નાં આતંકથી ભયભીત છે. આંબરડી ગામમાં છેલ્લા પંદર દિવસ દરમિયાન 49 થી વધારે લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. ગઈકાલે મંગળવારે એક જ દિવસમાં નાનકડા આંબરડી ગામમાં પાંચ વ્યક્તિના કોરોના થી મોત નિપજયા હતા. આ ઉપરાંત આંબરડી ગામમાં અત્યારે ઘરે ઘરે તાવ, શરદી, ઉધરસ સહિતના વાઇરલ ઇન્ફેક્શન સાથે માંદગીના ખાટલા છે. તેમજ અનેક લોકો કોરોના પોઝિટિવ હોવાથી હોમ કોરોન્ટાઇલ થયેલા છે. એક અંદાજ મુજબ આંબરડી ગામમાં ત્રણસોથી વધારે લોકો કોરોનાનાં લક્ષણો ધરાવે છે. કોરોના પોઝિટિવ આવેલા કેટલાક લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે. ગામ લોકો સતત ભયના માહોલમાં જીવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આંબરડી ગામની મુલાકાત લઈ સમીક્ષા કરી આરોગ્ય સુધારણા માટે પગલાં લેવામાં આવે તેમજ કોવિદ ટેસ્ટ માટેનો કેમ્પ રાખી સાચી તપાસ કરવામાં આવે તેવી લોક માંગણી છે.


Loading...
Advertisement