અમારે સરકાર જોઈએ છીએ, મોદીનું રાજીનામું માંગતા અરૂંધતી રોય

05 May 2021 11:19 AM
India Politics
  • અમારે સરકાર જોઈએ છીએ,
મોદીનું રાજીનામું માંગતા અરૂંધતી રોય

તેઓએ જ આ કટોકટી સર્જી છે અને ઉકેલી શકે તેમ નથી: તમારા પક્ષમાં અનેક સક્ષમ છે તેને જવાબદારી સોપો:લોકો ઘરમાં-શેરીઓમાં-હોસ્પીટલના પાર્કીંગમાં મરી રહ્યા છે:વિશ્વ મીડીયા આપણી ‘હકીકત’ બતાવે છે

નવી દિલ્હી: બુકર્સ પ્રાઈઝ વિજેતા અને જાણીતા લેખીકા અરૂંધતી રોયે વડાપ્રધાનને એક ખુલ્લો પત્ર લખીને તેમના રાજીનામાની માંગણી કરી છે. તેઓએ એક આક્રોશભર્યા સ્વરમાં કરોડો ભારતીયો સાથે અવાજ ઉઠાવી રહ્યા હોવાનું જણાવીને આ પરિસ્થિતિમાં શું થઈ શકે? હવે 2024 સુધી રાહ જોવાય તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે કોઈ અપેક્ષા રાખવાનો દિવસ નહી આવે તે હું મારી માટે તો અનુભવું જ છું અને તેમ કરતા હું જેલમાં જવાનું પસંદ કરીશ. પણ જયારે આપણે ઘરમાં, શેરીઓમાં, હોસ્પીટલના કાર પાર્કીંગમાં મોટા શહેરો હોય કે નાના ગ્રામીણ ક્ષેત્ર જે રીતે મરી રહ્યા છીએ. હું એક સામાન્ય નાગરીક તરીકે હું મારા કરોડો દેશવાસીઓ સાથે જોડાઈને કહેવા માંગુ છું.

મહેરબાની કરીને હાલ એક તરફ ખસી જાય કમ સે કમ હાલ થોડો સમય માટે, હું વિનંતી પૂર્વક કહું છું. બચી જાવ, આ કટોકટીના સર્જક તમો જ છો અને તેમાં તે ઉકેલી શકયા નથી તમો ઉલ્ટાની વધુ ખરાબ સ્થિતિ બનાવી છે. આ વાયરસ ભય અને ઉપેક્ષા તથા ચિકકારનું વાતાવરણ બનાવી રહ્યા છે. આજે પરીસ્થિતિ એવી છે કે સારી પરીસ્થિતિ ફકત આંતરરાષ્ટ્રીય મીડીયાથી જ માલુમ પડે છે. તેઓએ વડાપ્રધાન તરીકે કદી એક પણ પત્રકાર પરિષદ કરી નથી જેથી પ્રશ્ર્નોથી બચી શકાય અને આ અત્યંત બિહામણી સ્થિતિમાં પણ તમો પ્રશ્નોનો સામનો કરતા નથી. તેથી હવે હજુ હજારો કોઈ કારણ વગર મૃત્યુ પામશે જો તમો જશો નહી તો તેથી તમારી પ્રતિષ્ઠા અકબંધ રાખીને તમો મેડીટેશન અને આધ્યાત્મક માર્ગે જશો તો તમો જે કહેતા હતા તે કહી શકશો. તમારા જ પક્ષમાં અનેક સક્ષમ લોકો છે જે તમારુ સ્થાન લઈ શકશે. સંઘની મંજુરીથી તે સરકાર અને કાઈસીવ મેનેજમેન્ટ કમીટીના વડા થઈ શકે છે.


રાજયના મુખ્યમંત્રીઓ તેમના પ્રતિનિધિ ચૂંટી શકે. જેથી દરેક વાત ને તેનું પ્રતિનિધિત્વ મળ્યાના સતોષ થશે. કોંગ્રેસના લોકો રાષ્ટ્રીય પક્ષ તરીકે હોઈ શકે પણ તેમાં વૈજ્ઞાનિકો, જાહેર આરોગ્ય સંઘના નિષ્ણાંતો, તબીબો, અનુભવી અધિકારીઓ સમાવો, તમે આ સમજી નહી શકો પણ આ લોકશાહી તરીકે ઓળખાય છે. વિપક્ષ મુક્ત લોકશાહી હોઈ શકે નહી. અરૂંધતીએ લખ્યું કે તમો જો આ નહી કરી શકો તો આંતરરાષ્ટ્રીય સમસ્યા તરીકે ભારતની કોરોના સ્થિતિને જોવાવા લાગશે. તમારી અસક્ષમતાથી બીજા દેશને આપણી આંતરિક બાબતોમાં દાખલ કરવાની તક મળી જશે. જે આપણા સાર્વભૌમત્વ સામે પડકાર હશે. આ એક ગંભીર સમસ્યા છે તેને નજર અંદાજ ન કરો, આજે તમો જો સૌથી સરળ કરી શકો તે સૌથી જવાબદાર બનો પ્લીઝ ગો, તમોએ દેશના વડાપ્રધાન તરીકેનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે.


Related News

Loading...
Advertisement