બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા છાશ કેન્દ્રો શરૂ કરાયા

05 May 2021 01:47 PM
Amreli Saurashtra
  • બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા છાશ કેન્દ્રો શરૂ કરાયા

સૌરાષ્ટ્ર રચનાત્મક સમીતી રાજકોટ નાં સહયોગથી બાળ કેળવણી મંદિર બગસરા દ્વારા છેલ્લા 12 વર્ષથી છાશ કેન્દ્રની પ્રવૃતી સરસ રીતે ચાલી રહી છે. અનેક જરૂરીયાત મંદ પરિવારો માટે આ છાશ કેન્દ્ર ખુબજ ઉપયોગી બની રહ્યા છે. ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં લોકોને છાશ મળવી મુશ્કેલ છે, તેવા સમયે 200 થી વધારે પરીવારોને દરરોજ સવારે વિનામૂલ્યે છાશ આપવામાં આવી રહેલ છે. બાળ કેળવણી મંદીર બગસરા કેમ્પસમાં દમયંતીબેન ડાભી તથા મેઘાણી આવાસ હુડકો બગસરામાં દીપકભાઈ ભટ્ટી સરસ રીતે સંચાલન કરી રહ્યા છે. આ કોરોના મહામારીનાં સમયમાં કોવીડ-19 ની ગાઈડ લાઇન પ્રમાણે સૌ જરૂરીયાત મંદ પરીવારોને સરસ રીતે છાશ મળી રહી છે. સૌ લાભાર્થીઓ સારી રીતે છાશ મેળવી પોતાના આંતરડી ઠારી રહ્યા છે. તેમ સંસ્થાની એક અખબાર યાદીમાં જણાવેલ છે. (તસવીર : સમીર વિરાણી બગસરા)


Related News

Loading...
Advertisement